Home> Sports
Advertisement
Prev
Next

Ravindra Jadeja: વિરાટ કોહલીની સ્પેશિયલ ક્લબમાં સામેલ થયા રવિન્દ્ર જાડેજા, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કર્યું આ મોટું કારનામું

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વનડેમાં ભારતની જીતના હીરો રવિન્દ્ર જાડેજા રહ્યા. 8 મહિના બાદ વનડેમાં વાપસી કરનારા આ ખેલાડીએ પોતાના જબરદસ્ત પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને જીત અપાવી. જાડેજાએ પહેલા બોલિંગમાં દમ દેખાડીને બે વિકેટ ઝડપી અને ત્યારબાદ ફિલ્ડિંગમાં પણ લાજવાબ પ્રદર્શન કર્યું. ત્યારબાદ જાડેજાએ મુશ્કેલ પરિસ્થિતિમાં 45 રનની અણનમ ઈનિંગ રમીને જીત અપાવી. 

Ravindra Jadeja: વિરાટ કોહલીની સ્પેશિયલ ક્લબમાં સામેલ થયા રવિન્દ્ર જાડેજા, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કર્યું આ મોટું કારનામું

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વનડેમાં ભારતની જીતના હીરો રવિન્દ્ર જાડેજા રહ્યા. 8 મહિના બાદ વનડેમાં વાપસી કરનારા આ ખેલાડીએ પોતાના જબરદસ્ત પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને જીત અપાવી. જાડેજાએ પહેલા બોલિંગમાં દમ દેખાડીને બે વિકેટ ઝડપી અને ત્યારબાદ ફિલ્ડિંગમાં પણ લાજવાબ પ્રદર્શન કર્યું. ત્યારબાદ જાડેજાએ મુશ્કેલ પરિસ્થિતિમાં 45 રનની અણનમ ઈનિંગ રમીને જીત અપાવી. જાડેજાએ આ દરમિયાન કે એલ રાહુલ સાથે 6ઠ્ઠી વિકેટ માટે શતકીય ભાગીદારી કરી. જાડેજાને પોતાના આ દમદાર પ્રદર્શન માટે મેન ઓફ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ એવોર્ડ લેતાની સાથે જ તે હવે વિરાટ કોહલીની સ્પેશિયલ ક્લબમાં સામેલ થયા. 

fallbacks

હવે વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા બે એવા ભારતીય ખેલાડીઓ બની ગયા છે જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દરેક ફોર્મેટમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. અત્રે જણાવવાનું કે વનડે પહેલા થયેલી ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 ના પહેલા બે મુકાબલામાં પણ જાડેજા મેન ઓફ ધ મેચ રહ્યા હતા. જ્યારે સિરીઝમાં ઉમદા પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા. 

અત્રે જણાવવાનું કે રવિન્દ્ર જાડેજાએ આ સિરીઝ અગાઉ પોતાની છેલ્લી વનડે મેચ ગત વર્ષ જુલાઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થવાના કારણે વનડે ટીમથી બહાર રહ્યા અને ગત મહિને જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમમાં એન્ટ્રી કરી હતી. 

મેચની વાત કરીએ તો સિરાજ અને શમીના 3-3 વિકેટના દમ પર ભારતે ઓસ્ટ્રેલિયાને 35.4 ઓવરમાં 188 રન પર સમેટી દીધી હતુ. જવાબમાં ભારતની શરૂઆત ખુબ જ ખરાબ રહી અને પાંચ ઓવરમાં જ મિશેલ સ્ટાર્કેવ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને સસ્તામાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. ત્યારબાદ જો કે રાહુલ (અણનમ 75) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 45) એ છઠ્ઠા વિકેટ માટે 108 રનની અતૂટ ભાગીદારી કરી અને ટીમને 39.5 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 191 રન સુધી પહોંચાડી. જાડેજાએ બોલિંગમાં પણ બે વિકેટ લીધી અને તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ પર તે પ્લેયર ઓફ ધ મેચ તરીકે ચૂંટાયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More