Home> Sports
Advertisement
Prev
Next

સંજય બાંગર બન્યા RCBના બેટિંગ સલાહકાર, વિશ્વકપ સુધી હતા ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ

Sanjay Bangar Batting Consultant: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સંજય બાંગરની ટીમના બેટિંગ સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. 2019 વિશ્વકર સુધી તે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ હતા. 

 સંજય બાંગર બન્યા  RCBના બેટિંગ સલાહકાર, વિશ્વકપ સુધી હતા ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય બાંગર (Sanjay Bangar) ને બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટીમ (IPL)  ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ના આગામી સીઝન માટે બેટિંગ સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે. બાંગર 2014થી પાંચ વર્ષ સુધી ભારતીય પુરૂષ સીનિયર ટીમના બેટિંગ કોચ હતા, જ્યારે રવિ શાસ્ત્રી ટીમના ડાયરેક્ટર બન્યા હતા. તેમણે વિશ્વ કપ 2019 સુધી આ ભૂમિકા નિભાવી ત્યારબાદ તેમનું સ્થાન વિક્રમ રાઠોડ (Vikram Rathour) એ લીધુ હતું. 

fallbacks

ભારતીય બેટ્સમેનોના વિદેશમાં ખરાબ પ્રદર્શનનું નુકસાન બાંગરે ભોગવવુ પડ્યુ હતું. વિશ્વકપ બાદ બાંગર (Sanjay Bangar) ને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાના નવા કોચિંગ સ્ટાફમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી  (Ravi Shastri) અને બોલિંગ કોચ ભરત અરૂણ તો સામેલ રહ્યા પરંતુ બાંગરને સ્થાન ન મળ્યું. 

આરસીબીએ ટ્વીટમાં કહ્યુ, 'અમને સંજય બાંગરને આરસીબી પરિવારમાં આઈપીએલ 2021 માટે બેટિંગ સલાહકાર તરીકે સ્વાગત કરવામાં ખુશી થઈ રહી છે. કોચનું સ્વાગત છે.'

આ પણ વાંચોઃ Video: ભારતની હારની આ PAK દિગ્ગજે ઉડાવી મજાક, ચેન્નાઈની પિચ પર કરી આ કોમેન્ટ

ભારત માટે 2001થી 2004 વચ્ચે 12 ટેસ્ટ અને 15 વનડે રમનાર 48 વર્ષીય બાંગર આરસીબીમાં નવી ભૂમિકામાં ફરી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે જોડાશે. આરસીબીના ક્રિકેટ સંચાલન ડાયરેક્ટર માઇક હેસન અને મુખ્ય કોચ સાઇમન કેટિચ છે. આઈપીએલની 14મી સીઝન ભારતમાં એપ્રિલના બીજા સપ્તાહમાં આયોજીત કરવામાં આવશે.

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More