Home> Sports
Advertisement
Prev
Next

આઈપીએલ-12 માટે વિરાટ કોહલીની તૈયારી, ચિન્નાસ્વામીમાં કર્યો અભ્યાસ

વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કેટલિક તસ્વીરો શેર કરી છે, જેમાં તે પ્રેક્ટિસ કરતો દેખાઈ રહ્યો છે. 

આઈપીએલ-12 માટે વિરાટ કોહલીની તૈયારી, ચિન્નાસ્વામીમાં કર્યો અભ્યાસ

નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સિઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિરાટે સોમવારે બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેટિંગ અને ફીલ્ડિંગનો અભ્યાસ કર્યો હતો. આઈપીએલ-12નો પ્રથમ મેચ વિરાટ કોહલીની આરસીબી અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. 

fallbacks

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ એકાઉન્ડ પર ફોટા શેર કર્યાં જેમાં તે પ્રેક્ટિસ કરતો દેખાઈ રહ્યો છે. વિરાટે લખ્યું- આરસીબીની સાથે વધુ એક સિઝન માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફરી આવવું શાનદાર રહ્યું. ફીલ્ડ પર ઉતરવાની રાહ જોઈ રહ્યાં છીએ. 

કોહલીની ટીમ આરસીબીએ તેના પર જવાબ આપ્યો- અમે પણ તમને મેદાનમાં જોવાની રાહ જોઈ રહ્યાં છીએ. 

30 વર્ષનો વિરાટ આઈપીએલમાં રન બનાવવા મામલામાં ટોપ સ્કોરરના લિસ્ટમાં બીજા સ્થાન પર છે. તેણે 163 મેચોમાં કુલ 4948 રન બનાવ્યા છે. પરંતુ તેના અને પ્રથમ નબંર પર રહેલ સુરેશ રૈના (4985) વચ્ચે વધુ રનનું અંતર નથી. કોહલીના નામે આ લીગમાં 4 સદી અને 34 અડધી સદી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More