Home> Sports
Advertisement
Prev
Next

RCB ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, IPLના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ ટીમનો થયો આ હાલ

RCB vs KKR: કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમાઈ રહેલી મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ મેચમાં આરસીબીના બોલર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યાં હતા. 
 

RCB ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, IPLના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ ટીમનો થયો આ હાલ

કોલકત્તાઃ Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ આઈપીએલ 2024માં અત્યાર સુધી ખાસ કરી શકી નથી. ખાસ કરી આરસીબીના બોલર ફ્લોપ રહ્યાં છે. કોલકત્તા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં પણ આરસીબીના બોલરો ધાવાયા હતા. આ મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના બોલરોના નામે એક રેકોર્ડ નોંધાયો છે. એક એવો રેકોર્ડ જે હજુ સુધી કોઈ ટીમના નામે નહોતો.

fallbacks

RCB ના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના બોલર આ સીઝનમાં પાવરપ્લે દરમિયાન ખુબ મોંઘા સાબિત થઈ રહ્યાં છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે રમાઈ રહેલી મેચમાં પણ આરસીબીના બાલરોએ પાવરપ્લેમાં 75 રન આપ્યા હતા. આ સીઝનમાં ચોથીવાર છે જ્યારે આરસીબીના બાલરોએ પાવરપ્લેમાં 70+ રન આપ્યા છે. તો આરસીબીની ટીમ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ એવી ટીમ બની ગઈ છે, જેણે એક સીઝનમાં 4 વખત પાવરપ્લેમાં 70+ રન આપ્યા છે. 

આ પણ વાંચોઃ Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફાર

પાવરપ્લેમાં આરસીબીની ખરાબ સ્થિતિ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના બોલર પાવરપ્લેમાં રન બનાવવામાં સતત નિષ્ફળ રહ્યાં છે. આ સીઝનમાં આરસીબીએ માત્ર એકવાર પાવરપ્લેમાં 50થી ઓછા રન આપ્યા છે અને 7 વખત તે 50+ રન આપી ચૂકી છે. કોલકત્તા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ પાછલી મેચમાં તો આરસીબીએ પાવરપ્લેમાં 85 રન આપ્યા હતા. તો સનરાઇઝર્સ વિરુદ્ધ પાવરપ્લેમાં 76 રન આપ્યા હતા.

IPL 2024 માં પાવરપ્લેમાં  RCBના બોલરોની સ્થિતિ
CSK સામે – 62/1
પંજાબ કિંગ્સ સામે - 40/1
KKR સામે – 85/0
લખનૌ સુપર જાયન્ટ્સ સામે - 54/1
રાજસ્થાન રોયલ્સ સામે - 54/1
મુંબઈ ઈન્ડિયન્સ સામે - 72/0
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે - 76/0
KKR સામે – 75/3

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More