Home> Sports
Advertisement
Prev
Next

70મો ગણતંત્ર દિવસ, ખેલાડીઓએ આ રીતે આપી શુભેચ્છા

ક્રિકેટર સચિન તેંડુલકર, ચેતેશ્વર પૂજારા, કોહી પ્લેયર રાની રામપાલ સહિત ખેલાડીઓએ દેશવાસિઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી હતી. 

70મો ગણતંત્ર દિવસ, ખેલાડીઓએ આ રીતે આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ દેશ આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. આ તકે ખેલ જગત સાથે જોડાયેલા લોકોએ શુભકામનાઓ આપી અને કંઇક એવા પગલા ભરવાની અપીલ કરી જેનાથી દેશ આવનારા વર્ષોમાં ઝડપથી વિકાસ કરી શકે. ક્રિકેટ સચિન તેંડુલકર, હરભજન સિંહ સહિત ખેલાડીઓએ શુભેચ્છા આપી છે. 

fallbacks

સચિન તેંડુલકરે લખ્યું, તમામને ગણતંત્ર દિવસની શુભકામનાઓ. આજના શુભ દિવસ પર આપણે બધાએ મળીને કંઇક પગલા ભરવા જોઈએ જેનાથી મજબૂત, સ્વાસ્થ્ય અને સમૃદ્ધ ભારત બની શકે. 

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ લખ્યું, આપણે આપણા ફ્રીડમ ફાઇટર્સોની કુરબાનીને યાદ રાખવી જોઈએ. તેમણે દેખાડેતા રસ્તા પર ચાલીને આપણે દેશને દિવસેને દિવસે સારો બનાવવો જોઈએ. હેપ્પી રિપબ્લિક ડે. 

મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલે ગણતંત્ર દિવસની શુભેચ્છા આપતા પોતાની એક તસ્વીર શેર કરી છે. જેમાં તેણે તિરંગાને પકડી રાખ્યો છે. 

ખેલ રાજ્યમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ભારતને શુભેચ્છા આપી. તેમણે લોકોને મળીને મજબૂત ભારત બનાવવાની અપીલ કરી હતી. ટ્વીટના અંતમાં રાઠોડે લખ્યું, ચલિએ હમ ગર્વ કે સાથે, એક સ્વર મેં કહેં- જય હિંદ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More