નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની સીઝન કોરોના વાયરસને કારણે 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં રમાવાની છે. બધી 8 ટીમો યૂએઈ પહોંચી ચુકી છે અને બાયો પ્રોટોકોલ્સ હેઠળ 6 દિવસ ક્વોરન્ટાઇન રહ્યાં બાદ તૈયારીઓમાં લાગી ગઈ છે. આ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના મહત્વના ખેલાડી સુરેશ રૈના (Suresh Raina)એ સૌથી ચોંકાવનારૂ પગલું ભર્યું. તે અચાનક યૂએઈથી સ્વદેશ પરત ફરી ગયો છે. તેની પાછળ અંગત કારણ જણાવવામાં આવ્યું હતું, પરંતુ હવે આ મામલામાં ટીમના ઓવનર એન. શ્રીનિવાસનનું મોટુ નિવેદન આવ્યું છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, સફળતા તેના માથા પર ચઢી ગઈ છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસને તે ખબરોની પુષ્ટી કરી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સુરેશ રૈના ખરાબ હોટલ રૂમ અને કોરોના વાયરસના ડરને કારણે IPL 2020 છોડીને સ્વદેશ પરત ફર્યો છે. 'આઉટલુક' અનુસાર, હોટલ રૂમને લઈને તેના અને ટીમના કેપ્ટન એમએસ ધોની વચ્ચે વિવાદ થયો હતો. કેપ્ટન કુલે ઓલરાઉન્ડરને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન માન્યો અને ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય કર્યો હતો.
ક્રિકેટર નાના મગજના અભિનેતા જેમ હોય છે
ઇન્ટરવ્યૂમાં સીએસકેના માલિક શ્રીનિવાસને આ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, રૈનાનો આમ અચાનક ટીમનો સાથ છોડવાથી ધક્કો લાગ્યો છે, પરંતુ કેપ્ટન ધોનીએ સ્થિતિને સંભાળી લીધી છએ. ક્રિકેટર જૂના દિવસનો નાના મગજના અભિનેતા જેવા હોય છે. ચેન્નઈ સુપર કિંગ્સ પરિવારની જેમ છે અને બધા વરિષ્ઠ ખેલાડી સાથે રહેવાનું શીખી ચુક્યા છે.
ઘણીવાર સફળતા માથા પર ચઢી જાય છે
એટલું જ નહીં, શ્રીનિવાસને કહ્યુ, રૈના અપિસોડથી ટીમ બહાર આવી ચુકી છે. હું સમજુ છું કે જો તમે ખુશ નથી તો પરત ફરી જશો. હું કોઈ પર કંઇ કરવા માટે દબાવ ન બનાવી શકું. ઘણીવાર સફળતા તમારા મગજમાં ચઢી જાય છે. સાથે તેમણે કહ્યું, તેમની અને ધોનીની વાત થઈ છે. કેપ્ટને તેમને વિશ્વાસ અપાવ્યો કે જો કોરોનાના કેસ વધ્યા તો ચિંતાની વાત નથી. ધોનીએ ટીમની સાથે ઝૂમ કોલ પર વાત કરી છે અને બધાને સુરક્ષિત રહેવાનું કહ્યું છે.
IPL ઈતિહાસઃ આ ત્રણ ટીમોએ મેળવી છે રનના અંતરથી આઈપીએલની સૌથી મોટી જીત
રૈનાને નહીં મળે પગાર
પૂર્વ આઈસીસી અધ્યક્ષને વિશ્વાસ છે કે સુરેશ રૈના પરત આવશે. તેમણે કહ્યું, મને લાગે છે કે, તે પરત આવવા ઈચ્છશે. સીઝન શરૂ થઈ નતી અને તેને અહેસાસ થશે તે શું (11 કરોડ રૂપિયા) છોડીને ગયો છે. તેને આ (પગાર) મળશે નહીં. મહત્વનું છે કે આ પહેલા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે રૈના તે માટે આઈપીએલ છોડીને આવી ગયો છે કારણ કે પઠાણકોટમાં તેના સંબંધીઓ પર હુમલો થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
શું છે સમગ્ર મામલો
સીએસકે 21 ઓગસ્ટે દુબઈ પહોંચી હતી. ત્યારથી રૈના હોટલના રૂમથી ખુશ નહતો અને તે કોરોનાને લઈને કઠોર પ્રોટોકોલ ઈચ્છતો હતો. તે ધોનીની જેમ રૂમ ઈચ્છતો હતો, કારણ કે તેના રૂમમાં યોગ્ય બાલકની નહતી. આ વચ્ચે સીએસકે ટીમના બે ખેલાડીઓ (ફાસ્ટ બોલર દીપક ચાહર અને વિકેટકીપર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ) સહિત કુલ 13 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો તો રૈનાનો ડર વધુ વધી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે