Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 ઓક્શનમાં અનસોલ્ડ રહેશે પંત અને કેએલ રાહુલ! RCB બાદ આ ફ્રેન્ચાઇઝીએ પણ લેવાનો કર્યો ઈનકાર

ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 18 એટલે કે આઈપીએલ 2025નું ઓક્શન 24 અને 25 નવેમ્બરે યોજાવાનું છે. ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાની યોજના બનાવવાનું શરૂ કરી દીધું છે.
 

IPL 2025 ઓક્શનમાં અનસોલ્ડ રહેશે પંત અને કેએલ રાહુલ! RCB બાદ આ ફ્રેન્ચાઇઝીએ પણ લેવાનો કર્યો ઈનકાર

નવી દિલ્હીઃ આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા દરેક ટીમોએ ઘણા સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે અને તેમાં રિષભ પંત તથા કેએલ રાહુલનું નામ પણ સામેલ છે. ભારતના આ બંને સ્ટાર વિકેટકીપર-બેટરને લઈને ફેન્સ વચ્ચે સતત ચર્ચા થઈ રહી છે. ફેન્સનું માનવું છે કે આ બંને ખેલાડી આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની શકે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોઈને કંઈક અલગ લાગી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ અનુસાર આગામી સીઝનમાં આ બંને ખેલાડી ખુબ ઓછા પૈસામાં વેચાઈ શકે છેં અને જો ભાગ્ય ખરાબ રહ્યું તો અનસોલ્ડ રહી શકે છે.

fallbacks

અનસોલ્ડ પણ રહી શકે છે પંત અને રાહુલ
મહત્વનું છે કે આઈપીએલ ઓક્શન પહેલા બંને ખેલાડીઓને પોતાની ટીમે છોડી દીધા છે અને આ બંને ખેલાડી ઓક્શનમાં ભાગ લઈ રહ્યાં છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ ને જોઈને લાગી રહ્યું છે કે બંનેને આ ચાલ ભારે પડી શકે છે. કારણ કે એક બાદ એક ફ્રેન્ચાઇઝી તેના પર બોલી લગાવવાની ના પાડી રહી છે.

આ પણ વાંચોઃ રોહિત શર્મા સાથે મતભેદ? ન્યૂઝીલેન્ડ સામે હાર....તમામ સવાલોના ગૌતમ ગંભીરે આપ્યા જવાબ

આ ફ્રેન્ચાઇઝીઓએ બોલી લગાવવાનો કર્યો ઈનકાર
હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી સમાચાર આવી રહ્યાં હતા કે આરસીબી રિષભ પંત અને કેએલ રાહુલ પર બોલી લગાવી શકે છે અને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે આરસીબીએ જોસ બટલર અને ઈશાન કિશન પર બોલી લગાવવાનો નિર્ણય કર્યો છે. તેવામાં તે પંત અને રાહુલ પર દાવ લગાવશે નહીં. આ કડીમાં હવે ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને પણ કહ્યું કે તેની ટીમ પણ પ્રયાસ કરશે, પરંતુ તેમને લાગતું નથી કે તે હરાજીમાં રાહુલ અને પંતને પોતાની ટીમમાં સામેલ કરી શકશે.

તેવામાં કાશી વિશ્વનાથની વાતથી તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે કોઈ અન્ય ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે. તેવામાં જોવાનું રહેશે કે આઈપીએલ 2025 ઓક્શનમાં રિષભ પંત અને કેએલ રાહુલ માટે શું થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More