Home> Sports
Advertisement
Prev
Next

LSG vs CSK : આસાનીથી જીત જાત લખનૌ...રિષભ પંતની એક ભૂલના કારણે હાથમાંથી ગઈ મેચ

LSG vs CSK : IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 111 રન બનાવ્યા હતા. મુશ્કેલ વિકેટ પર લખનૌની જીત નિશ્ચિત દેખાતી હતી પરંતુ ઋષભ પંતના ખોટા નિર્ણયના કારણે મેચ હાથમાંથી ગઈ અને ટીમને હારનો સામનો કરવો પડ્યો.

LSG vs CSK : આસાનીથી જીત જાત લખનૌ...રિષભ પંતની એક ભૂલના કારણે હાથમાંથી ગઈ મેચ

LSG vs CSK : IPL 2025માં સતત ત્રણ મેચ જીત્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સને હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને તેમના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમ લખનૌમાં હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 166 રન બનાવ્યા હતા. ચેન્નાઈનો સ્કોર 15 ઓવર બાદ 5 વિકેટે 111 રન હતો. પિચ સ્પિન બોલરોને મદદ કરતી હતી. 

fallbacks

પંતનો ખોટો નિર્ણય હારનું કારણ બન્યો

મહેન્દ્રસિંહ ધોની 15મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. બધા જાણે છે કે ધોનીને સ્પિન બોલરો સામે સમસ્યા છે. પિચ સ્પિન બોલરો માટે અનુકૂળ હોવા છતાં રિષભ પંતે રવિ બિશ્નોઈને ઓવર આપી નહોતી. તેની પાસે એક ઓવર બાકી હતી અને તે શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. 3 ઓવરમાં બિશ્નોઈએ 18 રન આપીને રવિન્દ્ર જાડેજા અને રાહુલ ત્રિપાઠીની વિકેટ લીધી હતી.

"મને કેમ આપી રહ્યા છો..." CSKની જીત બાદ પણ ધોની નાખુશ, મોટું કારણ આવ્યું સામે

શાર્દુલને બોલિંગ કરાવતો રહ્યો પંત 

શાર્દુલ ઠાકુર અદભૂત બોલર છે પરંતુ આ મેચમાં શરૂઆતથી જ લયમાં નહોતો. 16મી ઓવર બાદ અમ્પાયરોએ પણ બોલ બદલ્યો હતો. નવા બોલ સાથે સ્પિનરને બોલિંગ કરવું વધુ સરળ હતું પરંતુ પંતે ​​શાર્દુલને બોલિંગ આપી. પ્રથમ બે ઓવરમાં 24 રન આપનાર શાર્દુલે આ ઓવરમાં 13 રન આપ્યા હતા. પંતે તેને 19મી ઓવરમાં પણ બોલિંગ આપી. ત્યારે ચેન્નાઈને જીતવા માટે 24 રનની જરૂર હતી. આ ઓવરમાં ધોની અને શિવમ દુબેએ 19 રન બનાવ્યા. એક નો બોલ પણ હતો જેના પર સિક્સર ફટકારી હતી.

મેચના ગણતરીના કલાકો પહેલા શ્રેયસ અય્યરની ટીમને મોટો ઝટકો, આ ઘાતક બોલર IPLમાંથી બહાર

મેચમાં શું થયું ?

મહેન્દ્રસિંહ ધોની અને શિવમ દુબે જેમણે પોતાના જૂના 'ફિનિશર' ફોર્મની ઝલક દેખાડી, સતત પાંચ મેચ હારવાનો સિલસિલો તોડ્યો અને ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે જીત અપાવી. ધોનીએ 11 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 26 રન બનાવ્યા હતા જ્યારે દુબેએ 37 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 43 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ ત્રણ બોલ અને પાંચ વિકેટ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More