Home> Sports
Advertisement
Prev
Next

વિરાટ કોહલીની જેમ ડ્રામા કરે છે રિષભ પંત, દિલ્હી કેપિટલ્સ નહીં જીતે IPL 2022 નું ટાઈટલ

IPL 2022 માં દરરોજ દર્શકોને રોમાંચક મેચ જોવા મળી રહી છે. હવે કમાલ આર ખાને રિષભ પંતની દિલ્હી કેપિટલ્સને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે રિષભ પંત અને કોહલીને લઈને મોટુ નિવેદન આપ્યું છે. 

વિરાટ કોહલીની જેમ ડ્રામા કરે છે રિષભ પંત, દિલ્હી કેપિટલ્સ નહીં જીતે IPL 2022 નું ટાઈટલ

નવી દિલ્હીઃ આઈપીએલની શરૂઆત ધમાકેદાર અંદાજમાં થઈ છે. દરરોજ ફેન્સને રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યાં છે. આઈપીએલ એક એવી લીગ છે, જ્યાં રમી ક્રિકેટરો પોતાનું કરિયર બનાવે છે. આઈપીએલ દુનિયામાં સૌથી વધુ જોવાતી લીગ છે. કમાલ રાશિદ ખાન બોલીવુડ ફિલ્મો પર પોતાના રિવ્યૂને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેણે બોલીવુડ નહીં પરંતુ ક્રિકેટરો પર નિશાન સાધ્યુ છે. તેણે રિષભ પંતની દિલ્હી કેપિટલ્સને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. 

fallbacks

કમાલ ખાને કરી આ ભવિષ્યવાણી
બોલીવુડના અભિનેતા કમાલ રાશિદ ખાને આઈપીએલ 2022 માટે મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે પોતાના ટ્વિટર પર લખ્યું- દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2022નું ટાઇટલ ન જીતી શકે, કારણ કે રિષભ પંત ખુબ ડ્રામા કરે છે. તે વિરાટ કોહલીની જેમ છે. કોહલી હંમેશા ડ્રામા કરતો હતો અને ક્યારેય ટ્રોફી જીત્યો નથી. રિષભ પંત પણ આ કરે છે. સ્પોર્ટ્સમાં ડ્રામા ચાલતો નથી. 

આરસીબીએ ક્યારેય ટાઈટલ જીત્યું નથી
આરસીબીની ટીમ અત્યાર સુધી ક્યારેય આઈપીએલ ટ્રોફી જીતી શકી નથી. આ વખતે ટીમની કમાન ફાફ ડુપ્લેસિસના હાથમાં છે. ટીમની બેટિંગ મજબૂત જોવા મળી રહી છે. તેની પાસે ગ્લેન મેક્સવેલ, ફાફ, વિરાટ અને દિનેશ કાર્તિક જેવા સ્ટાર બેટર છે. આ વખતે ટીમ પોતાનું ટ્રોફીનું સપનું પૂરુ કરી શકે છે. આરસીબીની પાસે હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ જેવા બોલર છે, જે ગમે ત્યારે વિકેટ ઝડપી શકે છે. 

આ પણ વાંચો- આઈસીસીએ પસંદ કરી મહિલા વિશ્વકપની બેસ્ટ ટીમ, એકપણ ભારતીય ખેલાડીને જગ્યા મળી નહીં

દિલ્હી કેપિટલ્સની પાસે છે યુવા કેપ્ટન
દિલ્હી કેપિટલ્સની પાસે રિષભ પંતના રૂપમાં યુવા કેપ્ટન છે. પંત હજુ માત્ર 24 વર્ષનો છે. પંતની આગેવાનીમાં દિલ્હી પાછલા વર્ષે પ્લેઓફમાં પહોંચી હતી. તે બોલિંગમાં સારી રીતે ફેરફાર કરે છે. આઈપીએલની આ સીઝનમાં દિલ્હીએ બે મેચ રમી છે, જેમાં તેને એકમાં જીત તો એકમાં હાર મળી છે. 

ગુજરાત સામે હારી હતી દિલ્હીની ટીમ
દિલ્હી કેપિટલ્સે પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. ત્યારબાદ બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે તેનો 14 રને પરાજય થયો હતો. દિલ્હી કેપિટલ્સ હવે પોતાના આગામી મુકાબલામાં 7 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More