Home> Sports
Advertisement
Prev
Next

22 વર્ષની ઉંમરમાં રિષભ પંતની પાસે એમએસ ધોનીથી વધુ નેચરલ ટેલેન્ટઃ આશીષ નેહરા

રિષભ પંતની પ્રતિભાની ખુબ પ્રશંસા થાય છે. ડાબા બાથના આ યુવા વિકેટકીપર બેટ્સમેનની પાસે ન તો ક્ષમતાની કમી છે અને ન પ્રતિભાની. પરંતુ એક કમી જોવા મળે છે તે છે શોટ સિલેક્શનની.
 

22 વર્ષની ઉંમરમાં રિષભ પંતની પાસે એમએસ ધોનીથી વધુ નેચરલ ટેલેન્ટઃ આશીષ નેહરા

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરા (Ashish Nehra)નું માનવું છે કે 22 વર્ષની ઉંમરમાં રિષભ પંત (Rishabh Pant)ની પાસે 23 વર્ષની ઉંમરે ટીમમાં આવેલા મહેન્દ્ર સિંહ ધોની  (MS Dhoni)ના મુકાબલે વધુ નેચરલ ટેલેન્ટ છે. રિષભ પંતે પરંતુ સતત ખરાબ શોટ સિલેક્શનને કારણે ટીકાઓનો સામનો કરવો પડે છે. 

fallbacks

રિષભ પંત પહેલા સીમિત ઓવરોની ટીમનો નિયમિત સભ્ય હતો પરંતુ ટીમ મેનેજમેન્ટે હવે વનડે આંતરરાષ્ટ્રીયમાં તેના સ્થાન પર કેએલ રાહુલને પ્રમોટ કરવાનું શરૂ કરી દીધું છે. રાહુલે વિકેટની પાછળ અને બેટ, બંન્નેથી સારી રમત રમીને વિકેટકીપર-બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે. રાહુલના રમવાથી ટીમ મેનેજમેન્ટની પાસે વિકલ્પ પણ વધુ રહે છે. 

પરંતુ આશીષ નેહરાને લાગે છે કે જો રિષભ પંત પોતાની ક્ષમતાઓ પ્રમાણે પ્રદર્શન કરી શકે, તો તે ભારત માટે એમએસ ધોનીથી પણ સારો ખેલાડી સાબિત થઈ શકે છે. પરંતુ તેઓ તે પણ માને છે કે પંતે એટલી મહેનત કરવી પડશે જેટલી એમએસ ધોનીએ પોતાના કરિયરમાં કરી છે. 

MS Dhoni: આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃતિ માટે કેમ પસંદ કર્યો 1929નો સમય

નેહરાએ કહ્યુ, 'જો તમે મને પૂછો તો રિષભ પંત 14 વર્ષની ઉંમરે સોનટ ક્લબમાં હતો. વિશ્વાસ કરો કે 22 વર્ષની ઉંમરે પંતની પાસે જેટલી નેચરલ ટેલેન્ટ છે એટલી એમએસ ધોનીની પાસે 2004મા 23 વર્ષની ઉંમરે નહતી, જ્યારે તે પ્રથમવાર ભારત માટે રમ્યો હતો. પરંતુ શું પંત એટલી માનસિક દ્રઢતાની સાથે રમી શકશે, જેમ ધોની રમ્યો, તેનાથી તેની સફળતા નક્કી થશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More