નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી રિષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું છે. પંતની બેટિંગ જોઈને ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ પણ ખુશ થયો છે. પ્રસાદે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, રિષભ પંતની બેટિંગમાં ઘણો સુધારો થયો છે. તે એક પરિપક્વ ખેલાડીના રૂપમાં ઉભરીને સામે આવ્યો છે. ચીફ સિલેક્ટરે વિશ્વકપ 2019 પર પણ પ્રતિક્રિયા આપી છે. રિષભે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ મેચમાં 12 બોલનો સામનો કરતા 28 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન ત્રણ સિક્સ ફટકારી હતી.
મહત્વનું છે કે, ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે એક ન્યૂઝ વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, પંતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રભાવી પ્રદર્શન કર્યું છે. પરંતુ વિજય શંકરે અંતિમ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને વિશ્વકપની પસંદગીની મુશ્કેલી વધારી દીધી છે. પરંતુ પંતે માત્ર 3 વનડે મેચ રમી છે. પરંતુ મહત્વની વાત છે કે તેણે ટેસ્ટ અને ટી20માં સારૂ પ્રદર્શન કર્યું છે. પંતે ઈન્ડિયા-એ માટે રમતા પણ પોતાની છાપ છોડી છે.
આ છે ધોનીની હેલ્થ અને ફિટનેસનું રહસ્ય, સાક્ષીએ શેર કર્યો VIDEO
જો પંતના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 ટી20 મેચોમાં 72 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 144ની રહી હતી. પરંતુ મહત્વની વાત છે કે, તેણે હેમિલ્ટનમાં માત્ર 12 બોલમાં 28 રન ફટકારી દીધા, જેમાં 3 સિક્સ અને એક બાઉન્ડ્રી સામેલ છે. જ્યારે વિજય શંકરે 3 મેચોમાં 84 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 155.56ની રહી હતી. શંકરે અંતિમ મેચમાં 3 નંબર પર બેટિંગ કરતા 43 રન બનાવ્યા હતા. જેણે 28 બોલનો સામનો કરતા 5 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી.
IPL: હવે પિંક જર્સીમાં જોવા મળશે રાજસ્થાન રોયલ્સ, વોર્ન બન્યો બ્રાન્ડ એમ્બેસેડર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે