Riyan Parag IPL 2025 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બુધવારે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં રિયાન પરાગ ચર્ચામાં રહ્યો હતો. રાજસ્થાનની ઇનિંગ દરમિયાન રિયાન પરાગ આઉટ થયા બાદ સ્ટેડિયમમાં જબરદસ્ત ડ્રામા જોવા મળ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ કે તે આઉટ હતો કે નોટઆઉટ.
રિયાને 3 સિક્સર ફટકારી હતી
રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. 218 રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાને 12 રનમાં જ પોતાની પ્રથમ બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રિયાન પરાગ બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો. તેણે ત્રણ છગ્ગા ફટકારીને રાજસ્થાનને મેચમાં પાછું લાવ્યું પરંતુ કુલવંત ખેજરોલિયાએ તેને આઉટ કર્યો. તેણે 14 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને 3 સિક્સર ફટકારી હતી.
Riyan Parag was OUT or NOT OUT 🧐
~ What's your take on this 🤔 #GTvRR pic.twitter.com/IUzfX7cGaT— Richard Kettleborough (@RichKettle07) April 9, 2025
શું છે સમગ્ર મામલો ?
રાજસ્થાનની ઇનિંગ્સની સાતમી ઓવરમાં કુલવંત ખેજરોલિયા બોલિંગ કરવા આવ્યો હતો. પરાગ તેનો ચોથો બોલ બરાબર રમી શક્યો નહોતો. બોલ વિકેટકીપર જોસ બટલરના હાથમાં ગયો. તેણે જોરદાર અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. રિયાન પરાગે રિવ્યુ લેવાનું નક્કી કર્યું. તેનું માનવું હતું કે બોલ બેટને અથડાયો નથી. બેટ જમીનને સ્પર્શ્યું ત્યારે અવાજ આવ્યો હતો. આ કારણોસર તેને આઉટ આપવામાં આવ્યો હતો. જોકે, થર્ડ અમ્પાયરે આવું વિચાર્યું ન હતું. તેણે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
DRAMA IN AHMEDABAD! 👀😯
Riyan Parag is not happy with the DRS decision for being caught behind & he makes his way back! What is your take here? 👀
Watch the LIVE action ➡ https://t.co/Bu2uqHSFdi #IPLonJioStar 👉 #GTvRR | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi &… pic.twitter.com/iy9BedHrtz
— Star Sports (@StarSportsIndia) April 9, 2025
પરાગ નારાજ થયો
થર્ડ અમ્પાયરે પણ આઉટ આપ્યા બાદ રિયાન પરાગ નારાજ થયો હતો. તેણે ફિલ્ડ અમ્પાયર સાથે લાંબી દલીલ કરી. તે તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે બોલ બેટ સાથે અથડાયો નથી. મેદાન પરના અમ્પાયરોએ તેને બહાર જવા કહ્યું. રિયાન ગુસ્સામાં પેવેલિયનમાં પાછો ફર્યો. ગુજરાત ટાઈમ્સના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તેની પીઠ પર થપથપાવી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ. કેટલાક લોકો કહી રહ્યા છે કે તે આઉટ હતો તો કેટલાક કહી રહ્યા છે કે તે નોટઆઉટ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે