RJ Mahvash Reaction : છેલ્લા કેટલાક સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે RJ મહવશ અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ડેટ કરી રહ્યા છે. કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે ચહલના છૂટાછેડા પછી આ અટકળોએ વેગ પકડ્યો હતો. ઘણી વખત ચહલ અને RJ મહવશ પણ સાથે જોવા મળ્યા હતા. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ 2025ની 22મી મેચમાં RJ મહવશ પંજાબ કિંગ્સ ટીમ અને યુઝવેન્દ્ર ચહલ માટે ચીયર કરતી જોવા મળી હતી. મહવશે મેચ દરમિયાન કેટલાક રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
RJ મહવશ ચહલની ટીમને ચીયર કરતી જોવા મળી
RJ મહવશે સ્ટેડિયમમાંથી તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પંજાબ કિંગ્સ ટીમ માટે ચીયર કરતી જોવા મળી હતી. RJ મહવશના ઘણા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે તેના રિએક્શન પર કમેન્ટ પણ કરી, 'તો આ કન્ફર્મ થયું.'
RJ Mahvash in the stands. pic.twitter.com/F1k5MihRsa
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2025
ચહલને ડેટ કરવાની અફવાઓ ચાલી રહી છે
તમને જણાવી દઈએ કે મહવશ અને ચહલ ડેટિંગની અફવાઓ પહેલીવાર ડિસેમ્બર 2024માં શરૂ થઈ હતી, જ્યારે તેણે ક્રિસમસ પર પોતાનો, ચહલ અને મિત્રોનો ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો. આ પછી ચહલ પણ મહવશ સાથે જોવા મળ્યો હતો. તાજેતરમાં જ બંને દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં એકસાથે જોવા મળ્યા હતા, જે બાદ તેમના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
YUZI CHAHAL’S RUMOURED GIRLFRIEND RJ MAHVESH AND PBKS OWNER PREETI ZINTA DANCING WITH HAPPINESS AFTER PRIYANSH SCORED CENTURY🔥😎😂.
Wait for Preeti Zinta’s dance at the end❤️🥵😍#CSKvsPBKS #preetizinta #priyansharya #PBKSvCSK #MSDhoni pic.twitter.com/t7MwdbbZx0
— Aksh Chaudhary (@ChaudharyAkshS1) April 8, 2025
મહવશે અફવાઓને ફગાવી
મહવશે અગાઉ એક લાંબી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચહલ સાથે સંબંધિત અફવાઓ પર મૌન તોડ્યું હતું. આ અટકળોને નકારી કાઢતાં તેણે કહ્યું, 'કેટલાક લેખો અને અટકળો ઇન્ટરનેટ પર ફેલાઈ રહી છે. આ અફવાઓ કેટલી પાયાવિહોણી છે તે ખરેખર રમુજી છે. જો તમને અપોઝિટ જેન્ડર સાથે જોવામાં આવે, તો શું તેનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિને ડેટ કરી રહ્યાં છો ? માફ કરશો, તમે કયા યુગમાં જીવી રહ્યા છો ? અને તમે બધા કેટલા લોકોને ડેટ કરી રહ્યા છો ? હું 2-3 દિવસથી ધીરજ રાખી રહી છું, પરંતુ હું અન્ય લોકોની છબી છુપાવવા માટે કોઈપણ PR ટીમને આમાં મારું નામ ઘૂસાડવા નહીં દઉં. લોકોને મુશ્કેલ સમયમાં તેમના મિત્રો અને પરિવાર સાથે શાંતિથી રહેવા દો'.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે