Home> Sports
Advertisement
Prev
Next

રોજર ફેડરર મિયામી ઓપનના ફાઇનલમાં પહોંચ્યો

સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર કેનેડાના ડેનિસ શાપોવાલોવને સીધા સેટોમાં 6-2, 6-4થી હરાવીને મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 
 

રોજર ફેડરર મિયામી ઓપનના ફાઇનલમાં પહોંચ્યો

મિયામીઃ સ્વિટ્ઝરર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર કેનેડાના ડેનિસ શાપોવાલોવને સીધા સેટોમાં 6-2, 6-4થી હરાવીને મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

fallbacks

સમાચાર એજન્સી એફે અનુસાર, 37 વર્ષીય ફેડરર 2017 બાદ પ્રથમવાર મિયામી ઓપનનો ફાઇનલ રમશે. તેણે 2017માં અહીં ત્રીજીવાર આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી હતી. ફેડરરે શુક્રવારે રાત્રે રમાયેલા પુરુષ સિંગલ્સના સેમીફાઇનલમાં 19 વર્ષના શોપોવાલોવને એક કલાક 13 મિનિટમાં પરાજય આપ્યો હતો. 

ઈન્ડિયા ઓપનઃ યુશિયાંગને હરાવીને ફાઇનલમાં શ્રીકાંત

ફાઇનલમાં ફેડરરનો સામનો અમેરિકાના જોન ઇસ્નર સામે થશે. ઇસ્નરે એક અન્ય સેમીફાઇનલમાં શાપોવાલોવને હમવતન ફેલિક્સ આગુર અલિસીમેને 7-6, 7-6થી પરાજય આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More