Home> Sports
Advertisement
Prev
Next

'માથામાં કઈ છે...' ચાલુ મેચમાં રોહિત શર્માને આવ્યો ગુસ્સો, બોલરની નાનકડી ભૂલ પડી ભારે

India vs Australia 3rd Test: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો અવાજ ઘણીવાર સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થાય છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે ચાલી રહેલી ટેસ્ટ દરમિયાન મામલો સીરિયસ જોવા મળ્યો હતો. કેપ્ટન રોહિત આકાશ દીપ પર ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો.

'માથામાં કઈ છે...' ચાલુ મેચમાં રોહિત શર્માને આવ્યો ગુસ્સો, બોલરની નાનકડી ભૂલ પડી ભારે

India vs Australia 3rd Test: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો અવાજ ઘણીવાર સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થાય છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે ચાલી રહેલી ટેસ્ટ દરમિયાન મામલો સીરિયસ જોવા મળ્યો હતો. કેપ્ટન રોહિત આકાશ દીપ પર ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત પકડ છે, જેનું પ્રેશર ટીમ ઈન્ડિયા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

શું હતી આકાશ દીપની ભૂલ?
એડિલેડ ટેસ્ટમાં હર્ષિત રાણાના ફ્લોપ થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ આકાશ દીપને તક આપી હતી. આકાશ દીપે ઘણી અપેક્ષાઓ સાથે ગાબામાં પ્રવેશ કર્યો, પરંતુ તેની બોલિંગ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની સામે કોઈ કમાલ કરી શકી ન હતી. ઈનિંગની 114મી ઓવરમાં તેમણે એક બોલ ખૂબ જ વાઈડ ફેંક્યો હતો, પરંતુ રિષભ પંતની શાનદાર વિકેટકીપિંગને કારણે ફોર બચી ગયો હતો. જે બાદ રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો.

GMPના મામલામાં કિંગ છે આ IPO, લિસ્ટિંગના દિવસે રોકાણકારો થઈ જશે માલામાલ

આકાશ દીપની  ક્લાસ શરુ થયો
રોહિત શર્માએ આકાશ દીપનો ક્લાસ શરૂ કરી દીધી હતી, તેમણે કહ્યું કે, 'માથામાં કંઈક છે..' જો કે, આ બોલ્યા પછી હિટમેને પોતાનો ગુસ્સો પર કાબુ મેળવી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે કાળ સાબિત થયો. તેમણે 152 રનની શાનદાર ઈનિંગ રમી અને ઓસ્ટ્રેલિયા ટીમને 400થી વધુ રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

કિડનીમાં પથરી થવા પર પેશાબમાં દેખાય છે આ 5 સંકેત, ત્રીજો સૌથી સામાન્ય

બેટિંગમાં પણ ભારતીય ટીમની નિષ્ફળ
કાંગારૂ ટીમે તેના પ્રથમ દાવમાં સ્કોરબોર્ડ પર 445 રન બનાવ્યા હતા. જેના જવાબમાં જ્યારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી ત્યારે બેટિંગમાં પણ કાંઈ કરી શકી ન હતી. કોહલી ફરી એક વખત ફ્લોપ રહ્યો, જ્યારે જયસ્વાલ પણ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. ગબ્બામાં પંતનું બેટ પણ કામ નહોતું કર્યું. ત્રીજા દિવસે માત્ર 30 ઓવર જ રમાઈ શકી હતી. ભારતે 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે, કેએલ રાહુલ 33 રને અણનમ છે જ્યારે રોહિત તેને સપોર્ટ કરવા આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More