Home> Sports
Advertisement
Prev
Next

રાંચી ટેસ્ટઃ રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રોહિત બીજા દિવસે 212 રન બનાવી આઉટ થયો હતો. તેણે 255 બોલની ઈનિંગમાં 28 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. 

રાંચી ટેસ્ટઃ રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રાંચીઃ ભારતીય ઓપનર રોહિત શર્માએ ઘરેલૂ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ એવરેજના મામલામાં રવિવારે દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સર ડોન બ્રેડમેનને પછાડી દીધા છે. ભારત અને આફ્રિકા વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે તેણે આ સિદ્ધી હાસિલ કરી હતી. 

fallbacks

તેણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડોન બ્રેડમેનના 71 વર્ષ જૂના રેકોર્ડને તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજની ઘરેલૂ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં એવરેજ 98.22ની હતી પરંતુ રોહિત હવે આ મામલામાં આગળ નિકળી ગયો છે. ટેસ્ટમાં પોતાની પ્રથમ બેવડી સદી ફટકાર્યા બાદ રોહિતની ઘરેલૂ મેદાન પર ટેસ્ટ એવરેજ હવે 99.84ની થઈ ગઈ છે. 

આ રેકોર્ડ માટે ઓછામાં ઓછી 10 ટેસ્ટ ઈનિંગને માપદંડ માનવામાં આવ્યો છે. રોહિતે શનિવારે કોઈપણ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. રોહિત બીજા દિવસે 212 રન બનાવી આઉટ થયો હતો. તેણે 255 બોલની ઈનિંગમાં 28 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. 

IND vs SA: રાંચી ટેસ્ટઃ બીજા દિવસની રમત પૂરી, આફ્રિકાનો સ્કોર 9/2

ભારતે પોતાની પ્રથમ ઈનિંગ 9 વિકેટ પર 497 રન બનાવી ડિકલેર કરી હતી. ઓપનર રોહિત અને રહાણે (115) બાદ ટીમ ઈન્ડિયના ફાસ્ટ બોલરે ધમાકો કર્યો હતો. રવિવારે જ્યારે હવામાન ખરાબ હોવાને કારણે રમત નિર્ધારિત સમય કરતા વહેલી પૂરી કરવામાં આવી હતી. ત્યારે આફ્રિકાનો સ્કોર 9 રન પર બે વિકેટ હતો. ડીન એલ્ગર ખાતું ખોલાવ્યા વિના શમીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઉમેશ યાદવે ડિ કોક (4)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More