Home> Sports
Advertisement
Prev
Next

Rohit Sharma: રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીયમાં રચ્યો ઈતિહાસ, ફટકારી અનોખી 'ત્રેવડી સદી'

Rohit Sharma Sixes Record: ટીમ ઈન્ડિયાનો ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા એક બાદ એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. રોહિતે પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. 
 

Rohit Sharma: રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીયમાં રચ્યો ઈતિહાસ, ફટકારી અનોખી 'ત્રેવડી સદી'

World Cup 2023: ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને વિસ્ફોટક ઓપનર રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. હકીકતમાં રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં એક અનોખી ત્રેવડી સદી ફટકારી દીધી છે. 

fallbacks

રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીયમાં રચ્યો ઈતિહાત
ભારતના કેપ્ટન અને વિસ્ફોટક બેટર રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીયમાં 300 સિક્સ પૂરી કરી લીધી છે. આ સિદ્ધિ મેળવનાર રોહિત ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બેટર બની ગયો છે. નોંધનીય છે કે રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. હવે રોહિતે વનડેમાં પણ ત્રણસો સિક્સ પૂરી કરી છે. 

વનડે ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટર
1. શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) – 351 (369 ઇનિંગ્સ)

2. ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડીઝ) - 331 (294 ઇનિંગ્સ)

3. રોહિત શર્મા (ભારત) - 300* (246 ઇનિંગ્સ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More