Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: 3 મહિનાની સમાયરાને સ્પેનિશ શીખવવા ઈચ્છે છે રોહિત

હકીકતમાં રોહિતે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેની ત્રણ મહિનાની પુત્રી હસ્તી-રમતી જોવા મળી રહી છે. રોહિત પોતાની પુત્રીને સ્પેનિશ શીખવાડવા ઈચ્છે છે.
 

VIDEO: 3 મહિનાની સમાયરાને સ્પેનિશ શીખવવા ઈચ્છે છે રોહિત

નવી દિલ્હીઃ રોહિત શર્મા આ દિવસોમાં આઈપીએલ રમવામાં વ્યસ્ત છે. તેની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. મુંબઈએ અત્યાર સુધી પાંચ મેચ રમ્યા છે અને ત્રણમાં વિજય મેળવ્યો છે. રોહિત મેચ રમ્યા બાદ પોતાના પરિવાર માટે સમય ફાળવે છે. તે પત્ની રિતિકા અને સાથે પુત્રી માટે વ્યસ્ક કાર્યક્રમ વચ્ચે સમય બચાવી લે છે. રોહિતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની 3 મહિનાની પુત્રી હસી રહી છે. આ વીડિયો શેર કરવાની સાથે રોહિતે એક રસપ્રદ વાત જણાવી છે. 

fallbacks

હકીકતમાં રોહિતે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેની ત્રણ મહિનાની પુત્રી હસ્તી-રમતી જોવા મળી રહી છે. રોહિત પોતાની પુત્રીને સ્પેનિશ શીખવાડવા ઈચ્છે છે. તેણે વીડિયો માટે કેપ્શન લખ્યું, સ્પેનિશ લેસન એટ થર્ડ મંથ. મુય બિન. તેણે અંતે એક સ્પેનિશ શબ્દ (Muy bien) લખ્યો, જેનો અર્થ ખુબ સારૂ થાય છે. રોહિતના આ વીડિયોને થોડા સમયમાં હજારો લોકોએ લાઇક કર્યો છે. આ સાથે ઘણા લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. 

મહત્વનું છે કે, રોહિતની પુત્રી સમાયરાનો જન્મ નવા વર્ષના અવસરે થયો હતો. આ દરમિયાન રોહિત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતો. પરંતુ પુત્રીનો જન્મ થતાં તે ભારત પરત આવી ગયો હતો. ત્યારબાદ વનડે સિરીઝ રમવા તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More