Home> Sports
Advertisement
Prev
Next

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આઉટ આપવા પર નારાજ રોહિત, શેર કરી તસ્વીર

ગજબના ફોર્મમાં ચાલી રહેલ ઓપનર રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આઉટ અપાવા પર વિવાદે નવો વળાંક લઈ લીધો છે, જ્યારે હિટમેને પોતે આઉટ થવાની તસ્વીર ટ્વીટર પર શેર કરી છે. 
 

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આઉટ આપવા પર નારાજ રોહિત, શેર કરી તસ્વીર

નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ઓપનર રોહિત શર્માના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આઉટ થવા પર વિવાદે તે સમયે નવો વળાંક લીધો, જ્યારે હિટમેને પોતે આઉટ થવાની તસ્વીર શેર કરી છે. હકીકતમાં, આ તસ્વીરના માધ્યમથી રોહિતે તે કહેવાનો પ્રયત્ન કર્યો છે કે તે આઉટ નહતો, કારણ કે બોલ બેટ પર લાગ્યો નહતો. 

fallbacks

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ એક ફોર અને એક સિક્સ ફટકારીને ગતી પડકી હતી ત્યારે કેમાર રોચનો બોલ તેના બેટ અને પેડની વચ્ચે નિકળીને વિકેટકીપર શાઈ હોપના હાથમાં પહોંચી ગયો હતો. વિન્ડીઝના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી અને ડીઆરએસનો સહારો લીધો. અહીં થર્ડ અમ્પાયરનો નિર્ણય વિન્ડીઝના પક્ષમાં ગયો અને રોહિતે 18 રનના વ્યક્તિગત સ્કોર પર પરત આવવું પડ્યું હતું. 

બીજીતરફ રિવ્યૂમાં જોવા પર સ્નિકોમીટરમાં સ્પષ્ટ દેખાયું નહીં કે બોલ પેડ પર લાગ્યો છે કે બેટ પર. રોહિત શર્મા ચોંકનારૂ રિએક્શન આપતા પેવેલિયન પરત ફર્યો હતો. તે નારાજ દેખાઈ રહ્યો હતો. આ ઘટના ઈનિંગની છઠ્ઠી ઓવરમાં બની હતી. હવે તેણે તસ્વીર શેર કરતા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. 

થર્ડ અમ્પાયરના નિર્ણય પર કોમેન્ટ્રેટરોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. ભજ્જીનું કહેવું હતું કે ડીઆરેસમાં બેનિફિટ ઓફ ડાઉટ લાગી રહ્યો છે. તેવામાં નિર્ણય બેટ્સમેનના પક્ષમાં જાય છે. અમ્પાયરે નિર્ણય લેવામાં ઉતાવળ કરી દીધી. બાદમાં ભારતે આ મેચ 125 રનથી પોતાના નામે કરી અને સેમિફાઇનલની નજીક પહોંચી ગઈ છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More