Home> Sports
Advertisement
Prev
Next

હવે કોરોનાના સમાચારને લઈ ચર્ચામાં રોહિત શર્મા, પિતા પોઝિટિવ હોવાના અહેવાલો


રોહિત શર્મા છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. ક્યારેક ઈજાને લઈને તો ક્યારેક આઈપીએલમાં રમવાને લઈને. ક્યારેક ઓસ્ટ્રેલિયા જવાને લઈને તો ક્યારેક ઓસ્ટ્રેલિયા ન જવાને લઈને. હવે સમાચાર છે કે રોહિતના પિતાને કોરોના થઈ ગયો છે. 
 

હવે કોરોનાના સમાચારને લઈ ચર્ચામાં રોહિત શર્મા, પિતા પોઝિટિવ હોવાના અહેવાલો

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સપ્તાહથી રોહિત શર્માની ઈજાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સને રેકોર્ડ પાંચમી વાર આઈપીએલ ટ્રોફી જીતાડનાર રોહિત યૂએઈથી સીધો ઘરે પરત ફર્યો અને પછી બેંગલુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યો હતો. 

fallbacks

પરંતુ પરિસ્થિતિઓ થોડી વધુ જટિલ થઈ ગઈ જેમાં સમાચાર આવ્યા કે તે હેમસ્ટ્રિંગ ઈંજરીથી સંપૂર્ણ સાજો થયો નથી. ત્યારબાદ રોહિત ઓસ્ટ્રેલિયામાં પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થયો અને 14 દિવસના ક્વોરેન્ટીનને જોતા તે અંદાજ લગાવી શકાય કે તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ આ વચ્ચે સમાચાર આવ્યા કે રોહિતે ઓસ્ટ્રેલિયા જવું નહતું. 

હવે માહિતી મળી રહી છે કે રોહિત યૂએઈથી પોતાના પિતાને જોવા મુંબઈ આવ્યો હતો. એક વરિષ્ટ પત્રકારના રિપોર્ટ પ્રમાણે રોહિતના પિતાને કોરોના થઈ ગયો છે તે તેમને જોવા મુંબઈ આવ્યો છે. 

AUS vs IND: વનડે મેચ પહેલા રોહિતની ઈજા પર બોલ્યો કેપ્ટન કોહલી, મને સંપૂર્ણ જાણકારી નથી

વરિષ્ઠ પત્રકારે પોતાના વીડિયોમાં કહ્યું, રોહિત મુંબઈ ઈન્ડિયન્સની ટીમની સાથે મુંબઈ પોતાના પિતાને જોવા આવ્યો છે, જેમને કોવિડ થઈ ગયો છે. આ કારણે તે મુંબઈ પરત ફર્યો હતો. ત્યારબાદ જો રોહિત ટેસ્ટ સિરીઝમાં રમવા ઈચ્છતો નથી તો તેણે નેશનલ ક્રિકેટ એકેડમી જવાની કોઈ જરૂર નથી. તે આરામથી મુંબઈમાં પોતાની પત્ની રિતિકા અને પરિવારની સાથે રહીને પોતાની સફળતા એન્જોય કરી શકે છે. તો એવું કહેવાનું કોઈ કારણ નથી કે તે ટેસ્ટ સિરીઝમાં રમવા ઈચ્છતો નથી. 

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના ક્વોરેન્ટીન નિયમોને કારણે રોહિતનું ટેસ્ટ સિરીઝમાં સ્થાન મેળવવું મુશ્કેલ હશે, જ્યારે ઈજાગ્રસ્ત ઈશાંત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More