નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ વનડે સિરીઝમાં ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) અને રવિચંદ્રન અશ્વિનના (Ravichandran Ashwin) ફ્લોપ પ્રદર્શન બાદ આ સીનિયર ખેલાડીઓના સિલેક્શન પર સવાલ ઉભા થયા છે. પરંતુ ભારતના આગામી મિશનની ટીમમાં ઘણા ખેલાડીઓની વાપસી થઈ શકે છે.
આ 3 ખેલાડીઓની થશે વાપસી
અંગ્રેજી વેબસાઇટ 'ધ હિન્દુ' પ્રમાણે 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શરૂ થનારી વનડે સિરીઝ માટે કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) વાપસી નક્કી છે. આ સિવાય વોશિંગટન સુંદર ( Washington Sundar) અને ઋુષિ ધવન પણ ટીમમાં પરત ફરશે.
આ પણ વાંચોઃ અચાનક ટીમ ઈન્ડિયાનો આવો ધબડકો કેમ થવા માંડ્યો? રવિ શાસ્ત્રીએ આ કારણ આપી બધાને ચોંકાવ્યા
કેપ્ટનશિપ સંભાળવા ફિટ રોહિત!
રાષ્ટ્રીય પસંદગી સમિતિના ચીફ ચેતન શર્મા આ સપ્તાહે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી વનડે અને ટી20 સિરીઝ માટે ટીમની પસંદગી કરશે. હેમસ્ટ્રિંગને કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર બહાર રહેલા રોહિત શર્માની ટીમમાં વાપસી થશે. આ સાથે રોહિત ટીમની કમાન સંભાળશે.
હિટમેને અપાવી હતી મોટી સફળતા
ફુટ ટાઇમ કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં 3-0થી મોટી સફળતા અપાવી હતી. પરંતુ તે ઈજાને કારણે આફ્રિકાના પ્રવાસે જઈ શક્યો નહીં.
સુંદર પર વાપસી કરવા તૈયાર
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે સિરીઝ શરૂ થતાં પહેલા ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર ( Washington Sundar) કોરોના પોઝિટિવ થઈ ગયો હતો. ત્યારબાદ તેના સ્થાને જયંત યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સુંદર હવે સાજો થઈ ગયો છે અને ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે.
6 વર્ષ બાદ ઋુષિ ધવનનું કમબેક!
તો ઋુષિ ધવન (Rishi Dhawan) આશરે 6 વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરવા આતૂર છે. હાલમાં તેણે પોતાની આગેવાનીમાં હિમાચલ પ્રદેશને પ્રથમવાર વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બનાવ્યું હતું. હવે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ ધવનને મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે