Home> Sports
Advertisement
Prev
Next

IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ', રોહિત શર્મા આ દિવસે ટીમ સાથે જોડાશે

India vs Australia 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 22 નવેમ્બરે પર્થમાં ટકરાશે. મહાજંગ પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાંથી એક પછી એક ખરાબ સમાચાર આવ્યા હતા. પરંતુ હવે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છે.

IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ', રોહિત શર્મા આ દિવસે ટીમ સાથે જોડાશે

India vs Australia 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 22 નવેમ્બરે પર્થમાં ટકરાશે. મહાજંગ પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાંથી એક પછી એક ખરાબ સમાચાર આવ્યા હતા. પરંતુ હવે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છે. રોહિતની ગેરહાજરીમાં પર્થ ટેસ્ટ માટે ટીમની કમાન સ્ટાર બોલર જસપ્રિત બુમરાહના હાથમાં રહેશે. પરંતુ આગામી મેચ પહેલા રોહિત રાષ્ટ્રીય ફરજ માટે ટીમ સાથે જોડાશે.

fallbacks

ટીમ ઈન્ડિયામાં ક્યારે જોડાશે રોહિત?
રોહિત શર્મા પર્થ ટેસ્ટ દરમિયાન ટીમની સાથે રહેશે. ક્રિકબઝના અહેવાલ મુજબ કેપ્ટન રોહિત ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છે. તે 24 નવેમ્બરે ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. હિટમેન તેના બીજા બાળકના જન્મને કારણે પર્થ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6-10 ડિસેમ્બરે એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાશે, જેમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.

ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા... તિલક વર્મા પર ICC મેહરબાન,હાર્દિક નંબર-1

પ્રેક્ટિસ મેચ રમશે રોહિત 
રોહિત શર્માએ બોર્ડર ગાવસ્કર સિરીઝ માટે મુંબઈમાં પ્રેક્ટિસ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે બીજી ટેસ્ટમાં જોડાતા પહેલા રોહિત શર્મા ટીમ ઈન્ડિયા માટે પ્રેક્ટિસ મેચ પણ રમશે. આ મેચ 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કેનબરાના મનુકા ઓવરમાં રમાશે. ભારતની સીનિયર ટીમ વડાપ્રધાન ઈલેવન સામે પોતાની કસોટી કરશે.

IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન

શમી પણ ભરી શકે છે ઓસ્ટ્રેલિયાની ઉડાન
સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પણ પ્રેસ કોન્ફરન્સમાં શમીને લઈને અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે, 'શમી ભાઈએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે અને તે આ ટીમનો અભિન્ન ભાગ છે. મને ખાતરી છે કે મેનેજમેન્ટ પણ તેમના પર નજર રાખી રહ્યું છે. આશા છે કે વસ્તુઓ કામ કરશે અને તમે તેને અહીં પણ જોઈ શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More