Home> Sports
Advertisement
Prev
Next

IND vs BAN T20: પ્રથમ મેચ પહેલા ભારતની ચિંતા વધી, રોહિતને વાગ્યો બોલ

બાંગ્લાદેશ સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માને બોલ વાગ્યો હતો. 
 

IND vs BAN T20: પ્રથમ મેચ પહેલા ભારતની ચિંતા વધી, રોહિતને વાગ્યો બોલ

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માને બાંગ્લાદેશ વિરુદ્ધ 3 નવેમ્બરથી શરૂ થનારી ટી20 આંતરરાષ્ટ્રીય મેચની તૈયારીઓ માટે શુક્રવારે થ્રોડાઇન કરતા બોલ સાથળ પર વાગ્યો હતો, જેથી તેણે નેટ સત્ર છોડીને બહાર જવું પડ્યું હતું. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત ત્રણ મેચોની ટી20 સિરીઝમાં ટીમની આગેવાની કરશે. તેને આ બોલ નેટ સત્રની શરૂઆતમાં વાગ્યો હતો. કેટલાક થ્રોડાઉન બાદ એક ફાસ્ટ બોલ તેની સાથળ પર વાગ્યો હતો. 

fallbacks

ઈજા થયા બાદ તે નેટ સત્ર છોડીને ચાલ્યો ગયો અને તે જોવા મળી રહ્યું હતું કે જે રીતે થ્રોડાઉન બોલ તેની તરફ આવ્યો, તે ખુશ નહતો. ભારતીય ટીમે ડાબા હાથના થ્રોડાઉન નિષ્ણાંતને રાખ્યો છે જેથી ખેલાડી વિરોધી ટીમના ડાબા હાથના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનનો સામનો સારી રીતે કરી શકે. સામાન્ય રીતે બેટ્સમેન નેટમાં બોલરોનો સામનો કરતા પહેલા લય હાસિલ કરવા માટે થ્રોડાઉન લે છે. 

જાણવા મળ્યું કે રોહિત તેના માટે સારવાર લઈ રહ્યો છે અને તે ત્યારબાદ નેટમાં અભ્યાસ માટે આવ્યો નથી. ટીમના એક સૂત્રએ કહ્યું, 'રોહિતને સારવાર મળી રહી છે અને જ્યારે અન્ય જાણકારી મળશે ત્યારે તમને અપડેટ કરીશું. સંજૂ સૈમસન વિકેટકીપિંગ નહીં, પરંતુ અન્ય ખેલાડીઓની સાથે ફીલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો.'

VIDEO: દિલ્હીમાં પ્રદુષણ, બાંગ્લાદેશી ખેલાડીઓએ માસ્ક પહેરીને કરી પ્રેક્ટિસ  

બીજીતરફ, પ્રથમવાર રિષભ પંત વિકેટકીપિંગમાં વધારાનો સમય આપતો જોવા મળ્યો હતો. તમામની નજર મુંબઈના બિગહિટર ઓલરાઉન્ડર શિવમ દુબે પર હતી જે મુખ્ય કોચ શાસ્ત્રી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. 
 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More