Home> Sports
Advertisement
Prev
Next

રોહિતે ફરી કરી ચોંકાવનારી પોસ્ટ... ODIમાંથી નિવૃત્તિ પણ 'LOADING'? વર્લ્ડ કપ 2027 બન્યો કોયડો

Rohit Sharma Retirement: ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટ દ્વારા તેમણે 18 વર્ષ પહેલાની એક ખાસ યાદ તાજી કરી છે.

રોહિતે ફરી કરી ચોંકાવનારી પોસ્ટ... ODIમાંથી નિવૃત્તિ પણ 'LOADING'? વર્લ્ડ કપ 2027 બન્યો કોયડો

Rohit Sharma Retirement: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ગયા મહિને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી હંગામો મચાવી દીધો હતો. તેણે અચાનક જ થોડા જ શબ્દોમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. હવે હિટમેને ફરીથી એક ચોંકાવનારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે જેણે બધાને સ્તબ્ધ કરી દીધા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખિતાબ જીત્યા પછી રોહિતે સંકેત આપ્યો હતો કે, તે હાલમાં ODIમાંથી નિવૃત્તિ લઈ રહ્યો નથી. પરંતુ આ એવી ઇન્સ્ટા સ્ટોરી છે કે રોહિતની ODI નિવૃત્તિ પણ દૂર નથી લાગતી.

fallbacks

રોહિતે તાજેતરમાં કહી હતી આ વાત
રોહિત હાલમાં ટેસ્ટ નિવૃત્તિના પ્રશ્ન પર ભાવુક થઈ ગયો હતો. તેમણે આ મુદ્દે 'હૂ ઈઝ ધ બોસ' યુટ્યુબ શોમાં હરભજન અને તેની પત્નીને કહ્યું હતું ,કે તેને જીવનમાં કોઈ પણ વાતનો અફસોસ નથી. ભગવાને તેને જે કંઈ આપ્યું છે તેનાથી તે ખૂબ જ ખુશ છે. મારા નામે જે કંઈ લખ્યું છે, મને એટલું જ મળવાનું છે. જેટલુ પણ મને ભગવાને આપ્યું છે તેના માટે હું તેમનો આભારી છું.

ડૂમ્સડે ક્લોકમાં કેટલો બચ્યો છે સમય, કયામત આવવામાં હવે થોડી જ સેકન્ડ છે બાકી! જાણો કેવી રીતે કામ કરે છે પ્રલયની ઘડિયાળ?

રોહિત શર્માએ શેર કરી પોસ્ટ
રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ODI ડેબ્યૂને યાદ કર્યો છે. તેમણે ટીમ ઇન્ડિયાનું હેલ્મેટ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂક્યું છે. તેમણે પોતાની જૂની કિટબેગ ખોલી છે, તેનો અંદાજો સ્ટોરી જોઈને લગાવી શકાય છે. હિટમેને હેલ્મેટ સ્ટોરી પર લખ્યું, 'હંમેશા આભારી' જેનો સ્પષ્ટ અર્થ એ છે કે તેને ભારત માટે રમવાની તક મળી અને તે હંમેશા તેના માટે આભારી રહેશે.

fallbacks

આંખોની રોશની માટે સૌથી બેસ્ટ છે આ ફૂડ્સ, ડાયટમાં જરૂર કરો સામેલ

વનડેમાં શાનદાર પ્રદર્શન
રોહિત શર્મા ટેસ્ટ મેચોને લઈને શંકાના ઘેરામાં હતો. તે ટેસ્ટ ફોર્મેટમાં પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ વનડેમાં તેની બેટિંગ શાનદાર રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં હિટમેને શાનદાર પ્રદર્શન કર્યું. હિટમેને તેની વનડે કારકિર્દીમાં અત્યાર સુધી 273 મેચ રમી છે જેમાં તેણે 11168 રન બનાવ્યા છે. આ દરમિયાન 32 સદી અને 58 અડધી સદી પણ રોહિતના બેટમાંથી આવી હતી. રોહિત વનડેમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More