નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ-2019મા ભારત બહાર થયા બાદ પૂર્વ ભારતીય ટેસ્ટ બેટ્સમેન વસીમ જાફરનું માનવું છે કે રોહિત શર્માને હવે વનડે અને ટી20 ટીમન કમાન સોંપી દેવી જોઈએ.
જાફરે શનિવારે ટ્વીટ કરીને કહ્યું, 'આ યોગ્ય સમય છે કે રોહિત શર્માને હવે વનડે અને ટી20 ટીમની કમાન સોંપી દેવામાં આવે? તેણે આગળ લખ્યું, 'હું ઈચ્છીશ કે તે 2023 વિશ્વકપમાં ભારતની આગેવાની કરે.'
મહત્વનું છે કે, ભારતે આઈસીસી વિશ્વ કપ-2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજયનો સામનો કર્યો અને ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
ભારત વિશ્વ કપમાંથી બહાર થયા બાદ પ્રશંસક પણ ઘણા નિરાશ છે અને તે ઈચ્છે છે કે રોહિતને વનડે ટીમની કમાન મળવી જોઈએ.
સેમિફાઇનલમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ પરત આવી ગયો છે. મુંબઈ એરપોર્ટ પર રોહિતને પત્ની અને પુત્રી સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાના બીજા ખેલાડી રવિવારે ઈંગ્લેન્ડથી સ્વદેશ માટે રવાના થશે.
ભારત વિશ્વકપમાંથી બહાર, છતાં પણ ફાઇનલમાં નો ફ્લાઇ ઝોન રહેશે લોર્ડ્સ સ્ટેડિયમ
13 જુલાઈએ રોહિત શર્મા પોતાના પરિવારની સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો, જ્યાંથી તે ખુદ કાર ચલાવીને ઘર માટે રવાના થયો હતો. આ દરમિયાન તેની સાથે પત્ની રિતિકા સજદેહ, પુત્રી સમાયરા અને પરિવારના બીજા સભ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે