Home> Sports
Advertisement
Prev
Next

રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો, સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો શબ્દ

Rohit Sharma Son Name: રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સજદેહે તેમના પુત્રનું ખૂબ જ યૂનિક નામ રાખ્યું છે. ક્રિસમસ પહેલા રિતિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ શેર કરીને તેના પુત્રનું નામ જાહેર કર્યું હતું.

રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો, સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો શબ્દ

Rohit Sharma Son Name: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની વાઈફ રિતિકા સજદેહે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને તેના નવજાત પુત્રનું નામ જણાવ્યું છે. બોલિવૂડના ફેમસ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરીની જેમ રોહિત-રિતિકાએ પણ પોતાના દીકરાને યૂનિક નામ રાખ્યું છે. નોંધનીય છે કે, રોહિત-રિતિકા 15 નવેમ્બરે બીજી વખત પેરેન્ટ્સ બન્યા, જ્યારે તેમના ઘરે એક પુત્રનું આગમન થયું હતું. જો કે, કપલે 16 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના પુત્રના જન્મની ખુશખબરી ફેન્સને આપી હતી.

fallbacks

ક્રિસમસ પહેલા રિતિકાએ ફેન્સને આપી સરપ્રાઈઝ
રોહિતની પત્ની રિતિકાએ ક્રિસમસ પહેલા ફેન્સને તેમના પુત્રનું નામ જાહેર કરીને સરપ્રાઈઝ આપી છે. રિતિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્રિસમસ-થીમ આધારિત ફેમિલી કટઆઉટ શેર કર્યો, જેમાં ચાર સભ્યો છે. એક માતા અને પિતા અને બે બાળકો. ચારેય સભ્યોના નામ પણ લખવામાં આવ્યા છે, જેમાં રોહિત અને રિતિકાના નામ 'રો' અને 'રિટ્સ' છે, જ્યારે પુત્રી સમાયરાનું નામ 'સેમી' લખવામાં આવ્યું છે. તેમજ નવજાત બાળકનું નામ 'અહાન' રાખવામાં આવ્યું છે.

fallbacks

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને હાઈબ્રિડ મોડલ પર કરવા પાકિસ્તાન તૈયાર, મૂકી આ મોટી શરત

દીપિકા-રણવીરે રાખ્યું અનોખું નામ 
આ વર્ષે બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પ્રથમ વખત માતાપિતા બન્યા. તેમના ઘરે એક દીકરીનું આગમન થયું છે, જેનું નામ દુઆ પાદુકોણ સિંહ હતું. 'દુઆ' એટલે પ્રાર્થના. તેવી જ રીતે રોહિત અને રિતિકાના પુત્રના નામનો પણ ખૂબ જ શુભ અર્થ છે.

શું છે અહાનનો મતલબ?
અહાન નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે. આ નામ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ માનવામાં આવે છે. તેનો અર્થ દિવસ, સવારનો પ્રકાશ, શુભ શરૂઆત અથવા સૂર્યોદય થાય છે. નોંધનીય છે કે, હાલમાં ચાલી રહેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રોહિત શર્મા બાળકના જન્મને કારણે મિસ કર્યો હતો. જો કે, હવે તે ટીમ સાથે જોડાઈ ગયો છે. બન્ને ટીમો વચ્ચે એડિલેડ ઓવલમાં 6 ડિસેમ્બરથી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More