Home> Sports
Advertisement
Prev
Next

રોહિત શર્માનો નાનકડા ફેન પર વરસ્યો પ્રેમ, મોટા મોટા ગાલ દબાવી રડતા છોકરાને શાંત કર્યો, જુઓ વીડિયો

rohit sharma: શ્રીલંકા સામે વનડે મેચ રમવા માટે ભારતીય ટીમ ગુવાહાટી પહોંચી. તે સમયે રોહિત શર્મા પોતાના ફેન્સ વચ્ચે પહોંચ્યા, જ્યાં અચાનક જ તેમની નજર એક રડતા બાળક પર પડી હતી. જે બાદ તેમણે ત્યાં પહોંચીને રડતાં બાળકને ચૂપ કરાવ્યો હતો. 

રોહિત શર્માનો નાનકડા ફેન પર વરસ્યો પ્રેમ, મોટા મોટા ગાલ દબાવી રડતા છોકરાને શાંત કર્યો, જુઓ વીડિયો

Indian Cricket Team: ભારતીય ટીમ પોતાની પ્રથમ વનડે રમવા માટે ગુવાહાટી પહોંચી ચુકી છે. જ્યાં પ્રેક્ટિસ કરતા ભારતીય ખેલાડીઓને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. ત્યારે રોહિત શર્મા પણ પોતાના ફેન્સને મળવા તેમના નજીક પહોંચી ગયા હતા. ફેન્સના આ જમાવડા વચ્ચે એક 10-12 વર્ષનો બાળક પણ હતો. જે ખૂબ જ રડી રહ્યો હતો. તેને જોતા જ રોહિત શર્માએ બાળકને ચૂપ કરાવ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. 

fallbacks

નાનકડા ફેન્સને રોહિતે ચૂપ કરાવ્યો
જ્યારે રોહિત શર્મા તેમના ફેન્સને મળવા ગયો, ત્યારે તેમને જોતા જ એક નાનકડો બાળક જોર જોરથી રડવા લાગ્યો હતો. જે બાદ રોહિતે જે અંદાજથી બાળકને ચૂપ કરાવ્યો, તે જોઈને લોકો રોહિત શર્માના ખૂબ વખાણ કરી રહ્યા છે. રોહિત શર્માએ બાળકના આંસુ લૂંછતા કહ્યુ- મોટા મોટા ગાલ કેમ રડે છે. ચાલ તે બાજુ જો. અને રોહિત શર્મા તેમની સાથે ફોટો ખેંચાવે છે. તે પછી ત્યાં હાજર લોકો હસવા લાગે. હાલ તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ

વિસ્ફોટક પ્લેયર છે રોહિત શર્મા
રોહિત શર્માની ગણતરી ભારતના સ્ફોટક પ્લેયર્સમાં થાય છે. તેમણે પોતાના દમ પર ભારતીય ટીમને ઘણી જ મહત્વની મેચો જીતાડી છે. જ્યારે તેઓ ફોર્મમાં હોય છે ત્યારે ગમે તેવા બોલર્સના પરસેવા છોડાવી દે છે. રોહિત શર્મા વનડેમાં ત્રેવડી સદી ફટકારનારા એકમાત્ર બેટ્સમેન છે. તેમના સિક્સર ફટકારવાની ખુબીને તમામ લોકો સારી રીતે જાણે છે.

આ પણ વાંચો: જો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હો તો આ રીતે મેળવો વળતર, RBIએ ઘડ્યા છે આ નિયમો
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: તમારાથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે? રૂપિયાને પાછા મેળવવા માટે કરો આ કામ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More