નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ક્વોરેન્ટાઇનમાં સમય પસાર કર્યા બાદ 31 ડિસેમ્બરે પોતાની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. રોહિતે બેટિંગ કોચ વિક્રમ રાઠોડની હાજરીમાં ટ્રેનિંગ શરૂ કરી છે. રોહિત સિડનીમાં ક્વોરેન્ટાઇન પૂરો કર્યા બાદ બુધવારે ટીમની પાસે મેલબોર્ન પહોંચ્યો હતો.
રોહિત શર્મા ઈજાને કારણે ટીમની સાથે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ગયો નહતો. તે સીમિત ઓવરોમાં બહાર રહ્યો અને ટેસ્ટ સિરીઝમાં પ્રથમ બે મેચ પણ રમી શક્યો નહીં. ત્યારબાદ રોહિતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી અને તે ઓસ્ટ્રેલિયા રવાના થયો હતો. પરંતુ ટીમની સાથે જોડાયા પહેલા તેણે નિયમાનુસાર ક્વોરેન્ટીનમાં સમય પસાર કરવો પડ્યો હતો.
ટીમ ત્રીજી ટેસ્ટ માટે ચાર જાન્યુઆરીએ સિડની પહોંચશે. પહેલા ટીમે 31 ડિસેમ્બરે સિડની પહોંચવાનું હતું પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિઓને કારણે ટીમની યોજનામાં ફેરફાર થયો છે.
બીસીસીઆઈએ ગુરૂવારે ટ્વીટ કરી રોહિત ટ્રેનિંગ શરૂ કરી તેની જાણકારી આપી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરી કહ્યું, 'હિટમેન અહીં આવી ચુક્યો છે અને એન્જિન સ્ટાર્ટ થઈ ગયું છે.'
The engine is just getting started and here is a quick glimpse of what lies ahead. #TeamIndia #AUSvIND pic.twitter.com/3UdwpQO7KY
— BCCI (@BCCI) December 31, 2020
મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યુ હતુ કે રોહિતને ટીમમાં સામેલ કરવા પર કોઈ નિર્ણય ફિટનેસનું નિરીક્ષણ કર્યા બાદ કરવામાં આવશે. સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ સાત જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે