Home> Sports
Advertisement
Prev
Next

IND vs AFG: રોહિત શર્મા 1 રન બનાવી આઉટ, ફેન્સે ટ્વીટર પર કર્યો ટ્રોલ

કેટલાક ફેન્સે તો એમએસ ધોનીની બાયોપિકનો ડાયલોગ લખતા તેને ટ્રોલ કર્યો, જેમાં ધોની સસ્તામાં આઉટ થવા પર કોચ કારણ પુછે છે તો તે કહે છે- સર, નબળી ટીમ વિરુદ્ધ સ્કોર કરીને શું મળશે?
 

IND vs AFG: રોહિત શર્મા 1 રન બનાવી આઉટ, ફેન્સે ટ્વીટર પર કર્યો ટ્રોલ

નવી દિલ્હીઃ ઓપનર રોહિત શર્મા ગજબના ફોર્મમાં ચાલી રહ્યો છે, પરંતુ અફઘાનિસ્તાન વિરુદ્ધ માત્ર એક રન બનાવી બોલ્ડ થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. કેટલાક ફેન્સે તો એમએસ ધોનીની બાયોપિકનો ડાયલોગ લખતા તેને ટ્રોલ કર્યો, જેમાં ધોની સસ્તામાં આઉટ થવા પર કોચ કારણ પુછે છે તો તે કહે છે- સર, નબળી ટીમ વિરુદ્ધ સ્કોર કરીને શું મળશે?

fallbacks

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓપનર રોહિત શર્માએ આ પહેલાની મેચમાં ભારતને શાનદાર શરૂઆત આપી હતી. આ મેચમાં તેની પાસેથી મોટી ઈનિંગની આશા હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. 10 બોલ રમ્યા બાદ હિટમેનના નામથી જાણીતો રોહિત શર્મા મુઝીબ ઉર રહમાનની બોલિંગમાં બોલ્ડ થઈ ગયો હતો. 

રોહિત આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ એક્ટિવ થઈ ગયા. એક ફેને રોહિતની મજાક ઉડાવતા લખ્યું- પાકિસ્તાનના ફ્યૂચર કોચ રોહિત માત્ર 199 રનથી બેવડી સદી ચુકી ગયો. 

એક ફેને સિંહ અને બિલાડીની તસ્વીર શેર કરતા લખ્યું- રોહિત શર્મા મોટી ટીમો વિરુદ્ધ સિંહ હોય છે અને નાની ટીમો વિરુદ્ધ... 

એક ફેને લખ્યું- અમે રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં આવી ગયો છે પાકિસ્તાન ટીમને કોચિંગ આપવા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More