Home> Sports
Advertisement
Prev
Next

રોહિત શર્માએ વિરાટ કોહલીને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર કર્યો અનફોલો, કંઇક તો છે ગરબડ

રોહિત શર્માને 15 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપ માટે ટીમ ઇંડીયાની કમાન સોંપવામાં આવી છે. એશિયા કપમાં વિરાટ કોહલી ટીમનો ભાગ નહી હોય, ત્યારબાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

રોહિત શર્માએ વિરાટ કોહલીને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર કર્યો અનફોલો, કંઇક તો છે ગરબડ

નવી દિલ્હી: એક છે શર્માજી પુત્ર એટલે કે રોહિત શર્મા અને બીજા છે શર્મા જીના જમાઇ એટલે કે વિરાટ કોહલી. ટીમ ઇન્ડીયામાં તેમનો સાથ જોવા મળે કે ન મળે પરંતુ હવે સોશિયલ મીડિયા પર આ બંને સાથે-સાથે નથી. સમાચાર મળી રહ્યા છે કે રોહિત શર્માએ વિરાટ કોહલીને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ બંને પર અનફોલો કરી દીધા છે. હાલમાં તેનું કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ એટલું જરૂર છે કે મામલો ગરબડ છે. કારણ કે જ્યારે ભારતીય ક્રિકેટર ફેંસે તેનો જવાબ બંને પાસેથી જાણવા માંગ્યો તો તેમની તરફથી કોઇ જવાબ આવ્યો નહી.

fallbacks

મળતી માહિતી અનુસાર રોહિત શર્માએ ના ફક્ત વિરાટ કોહલીને પણ તેમની પત્ની અનુષ્કા શર્માને પણ અનફોલો કરી દીધા છે. રોહિત શર્મા દ્વારા વિરાટ અને તેમની પત્ની અનુષ્કા શર્માને અનફોલો કર્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે મેદાન પર જીતનો ઢંઢેરો પીટ્યા બાદ આ બંને ખેલાડીઓ વચ્ચે તણાવ અને કડવાહટ પેદા થઇ ગઇ છે. 

ઘણી ટેસ્ટ ટીમમાં સિલેક્શન તો કારણ નથી ને?
તાજેતરમાં જ રોહિત શર્માએ ઇંગ્લેંડ પ્રવાસની ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. પહેલી 3 ટેસ્ટ બાદ અંતિમ બે ટેસ્ટ મેચો માટે પણ રોહિત શર્માની પસંદગી કરવામાં આવી ન હતી. રોહિતના બદલે પૃથ્વી શો અને હનુમા વિહારીને તક આપવામાં આવી હતી. ટીમ સિલેક્શનમાં કેપ્ટનની મહત્વની ભૂમિકા હોય છે, બની શકે કે તેના લીધે રોહિત શર્મા નારાજ હોય.  

એશિયા કપમાં રોહિત કેપ્ટન
તમને જણાવી દઇએ કે રોહિત શર્માને 15 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપ માટે ટીમ ઇંડીયાની કમાન સોંપવામાં આવી છે. એશિયા કપમાં વિરાટ કોહલી ટીમનો ભાગ નહી હોય, ત્યારબાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More