Home> Sports
Advertisement
Prev
Next

11 સિક્સ, 7 ફોર અને સૌથી ફાસ્ટ સદી... માંડ-માંડ બચ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ, 14 વર્ષના બેટ્સમેને મચાવી તબાહી

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી એ નામ છે જેને ભારતીય ક્રિકેટનો ક્રિસ ગેલ કહેવામાં આવે તો પણ આપણને કોઈ વાંધો નહીં આવે. આ ખેલાડીએ ગુજરાત સામેની મેચમાં એક એવું કારનામું કર્યું જે T20 ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી.

11 સિક્સ, 7 ફોર અને સૌથી ફાસ્ટ સદી... માંડ-માંડ બચ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ, 14 વર્ષના બેટ્સમેને મચાવી તબાહી

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી એ નામ છે જેને ભારતીય ક્રિકેટનો ક્રિસ ગેલ કહેવામાં આવે તો પણ આપણને કોઈ વાંધો નહીં આવે. આ ખેલાડીએ ગુજરાત સામેની મેચમાં એક એવું કારનામું કર્યું જે T20 ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. વૈભવે જે રીતે પાવર હિટિંગ કરી છે, તેનાથી એવું લાગતું હતું કે ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તૂટી જશે.

fallbacks

T20 ક્રિકેટમાં પહેલી વાર બન્યું આવું 
વૈભવ સૂર્યવંશીના ગમે તેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. તે T20 ક્રિકેટના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. તેણે પોતાની ઇનિંગમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા છે. તેણે 38 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ રમી છે. વૈભવે પોતાના ડેબ્યૂમાં પણ એક રેકોર્ડ સાથે શરૂઆત કરી હતી. તેણે પોતાની આઈપીએલ કારકિર્દીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી.

અમારા પર હુમલો તો થશે જ... ભારતની ગર્જનાથી ધ્રૂજી PAK,વિદેશ મંત્રીએ આ શું કહી દીધું!

સૌથી ફાસ્ટ સદી ફટકારનાર ભારતીય
વૈભવ સૂર્યવંશી IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે યુસુફ પઠાણને પણ પાછળ છોડી દીધો છે, જેમણે 37 બોલમાં સદી ફટકારીને બીજા સ્થાને હતો. વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. નંબર 1 પર ક્રિસ ગેલ છે જેણે 30 બોલમાં સદી ફટકારવાનો અતૂટ રેકોર્ડ બનાવ્યો છે.

IPLનો નવો અવતાર..BCCI કરી રહ્યુ છે મેગા પ્લાનિંગ,ટુર્નામેન્ટમાં થશે રોમાંચનો ડબલ ડોઝ

એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર
વૈભવ એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. વૈભવે મુરલી વિજયની બરાબરી કરી, જેણે 2010માં રાજસ્થાન સામે CSK માટે 56 બોલમાં 127 રન બનાવ્યા હતા, જેમાં તેણે 11 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More