RR VS GT: 28 એપ્રિલે ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટના જોરથી બધાને દિવાના બનાવી દીધા. આ 14 વર્ષીય ખેલાડીએ અનેક રેકોર્ડ તોડ્યા હતા. મેચ બાદ શુભમન ગિલે કંઈક એવું કહ્યું જેનાથી અજય જાડેજા ગુસ્સે થઈ ગયા અને તેમણે ગિલને નિશાન બનાવતા એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું. ગુજરાત સામે સદી ફટકારવા બદલ વૈભવને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
શુભમન ગિલે શું કહ્યું?
વૈભવની સદીના આધારે રાજસ્થાનની ટીમે 206 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો. રાજસ્થાન 8 વિકેટથી જીત્યું અને વૈભવ વિજયનો હીરો સાબિત થયો. ગિલે મેચ પછી વૈભવ વિશે કહ્યું હતું કે, 'તેનો દિવસ હતો. તેની બેટિંગ જબરદસ્ત હતી અને તેણે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો. ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા તેમના નિવેદનની વિરુદ્ધ જોવા મળ્યા હતા.
જાડેજાએ પાઠ ભણાવ્યો
સ્ટાર સ્પોર્ટ્સ પર મેચ પછીના પ્રસારણ દરમિયાન જાડેજાએ સ્પષ્ટપણે ગિલના નિવેદન પર નિશાન સાધ્યું હતું અને પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે 14 વર્ષના બાળકને પોતાના પર ખૂબ વિશ્વાસ હોય છે. તો પછી એમ કહેવું કે તે ફક્ત ભાગ્યશાળી દિવસ હતો? તે ઇનિંગ્સ માટે આટલું શ્રેય પૂરતું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સૂર્યવંશીની પ્રતિભા વધુ પ્રશંસાને પાત્ર છે, ખાસ કરીને તેની ઉંમર અને દબાણને ધ્યાનમાં લેતા.
વૈભવે ઘણા રેકોર્ડ તોડ્યા
વૈભવે માત્ર સદી જ નહીં પરંતુ અનેક રેકોર્ડ પણ તોડ્યા. 14 વર્ષીય બેટ્સમેને ઇનિંગ્સમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 101 રન બનાવ્યા. આ ઇનિંગ માટે તેણે ફક્ત 38 બોલ લીધા હતા. વૈભવ T20 ઇતિહાસમાં માત્ર 35 બોલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય છે. IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે તેનું નામ બીજા સ્થાને નોંધાયું છે. પ્રથમ સ્થાને ક્રિસ ગેલ છે જેણે 2013 માં 30 બોલમાં સદી ફટકારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે