Home> Sports
Advertisement
Prev
Next

ચેસ રમતા-રમતા વિફર્યો રોબોટ! તોડી નાખી સાત વર્ષના છોકરાની આંગળી, વાયરલ થયો વીડિયો

બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ છે. હવે જે કામ માણસો કરતા હતા તે કામ રોબોટ કરવા લાગ્યા છે. પણ એ વાત આપણે ન ભૂલવી જોઈએ કે રોબોટમાં લાગણીઓ હોતી નથી. હાલમાં જ બનેલી એક ઘટનાએ ફરી એકવાર લોકોને વિચારતા કરી દીધાં છે. રોબોટે એક છોકરાની આંગળી તોડી નાંખી છે.

ચેસ રમતા-રમતા વિફર્યો રોબોટ! તોડી નાખી સાત વર્ષના છોકરાની આંગળી, વાયરલ થયો વીડિયો

નવી દિલ્લીઃ હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુવેેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનકડો છોકરો રોબોટ સાથે ચેસ રમી રહ્યો છે. રશિયાના મોસ્કોમાં એક ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને રોબોટ સાથે ચેસ રમાડવામાં આવી રહી હતી. એ દરમિયાન જ એક એવી ઘટના બની જેને કારણે અચાનક ભાગદોડ મચી ગઈ.

fallbacks

રોબોટ સાથે એક બાળક ચેસ રમી રહ્યો હતો. પહેલાં રોબોટે પોતાની ચાલ ચાલી. એના પછી બાળકે પોતાની ચાલ ચાલી. પછી બન્યું એવું કે રોબોટે ફરી પોતાની મૂવ સિલેક્ટ કરીને રમી. અને પછી જ્યારે બાળકનો રમવાનો વારો આવ્યો અને એ બાળક જ્યારે પોતાનો સ્ટેપ ચાલવા પ્રયાસ કરી રહ્યો હતો એ દરમિયાન જ અચાનક રોબોટે બાળકની આંગળી પકડી લીધી. બાળક ચીસાચીસ કરતું રહ્યું પણ રોબોટે તેની દયા ન ખાધી. ત્યાં ઉભેલી મહિલાએ આ દ્રશ્ય જોયું અને તે બાળકને બચાવવા દોડી આવી. 

 

 

જોકે, રોબોટે બાળકનો હાથ ન છોડતા ટુર્નામેન્ટના અન્ય સ્પર્ધકો અને આયોજકો પણ ત્યાં દોડી આવ્યાં. મહામુસીબતે રોબોટે બાળકનો હાથ છોડ્યો. જોકે, અચાનક કોઈ કારણસર 'વિફરેલાં' રોબોટે સાત વર્ષના કુમળા બાળકની આંગળી તોડી નાંખી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ. હાલ સોશિયલ મીડિયા પર આ ચેસ ટુર્નામેન્ટ આ બાળક અને રોબોટનો વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

રશિયાના મોસ્કોમાં એક ટુર્નામેન્ટ દરમિયાન ચેસ રમતા રોબોટે સાત વર્ષના છોકરાની આંગળી તોડી નાખી, જ્યારે બાળક મશીન દ્વારા તેની ક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમયની રાહ જોયા વિના ઝડપી ચાલ માટે ગયો તે દરમિયાન જ આ ઘટના બની. આ ઘટના 19 જુલાઈના રોજ મોસ્કો ચેસ ઓપન ટુર્નામેન્ટમાં બની હતી. રશિયાના ચેસ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ, સેર્ગેઈ સ્માગિને રાજ્યની માલિકીની સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટીને જણાવ્યું હતું કે છોકરો ઠીક છે અને તેની આંગળીઓમાં ફ્રેક્ચર થયું છે, એવા ન્યૂઝવીક અહેવાલ આપે છે.

"છોકરો બરાબર છે. તેઓ ઝડપથી સાજા થવા માટે આંગળી પર પ્લાસ્ટર કાસ્ટ કરે છે. હા, ત્યાં કેટલાક સલામતી નિયમો છે અને બાળક, દેખીતી રીતે, તેનું ઉલ્લંઘન કરે છે અને, જ્યારે તેણે પગલું ભર્યું, ત્યારે તેણે નોંધ્યું ન હતું કે તેને રાહ જોવી પડશે. આ એક જવલ્લે જ બને તે પ્રકારનો કિસ્સો છે. સ્ટેટ-ટીવી બાઝાએ અહેવાલ આપ્યો કે છોકરાનું નામ ક્રિસ્ટોફર છે અને તે મોસ્કોમાં નવ વર્ષ સુધીના 30 સૌથી સારા ચેસ ખેલાડીઓમાંનો એક છે. "રોબોટને આવી ઉતાવળ ગમતી ન હતી - તેણે છોકરાની તર્જની આંગળી પકડી અને તેને જોરથી દબાવી દીધી," રશિયન સમાચાર વેબસાઇટે જણાવ્યું. "આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા અને યુવા ખેલાડીની આંગળી બહાર કાઢી, પરંતુ ફ્રેક્ચર ટાળી શકાયું નહીં." સમાચાર આઉટલેટે અહેવાલ આપ્યો કે ચેસ રોબોટે ક્રિસ્ટોફર સાથે ટ્રોટ પર ત્રણ મેચ રમી હતી.

(એજન્સીના ઇનપુટ્સ સાથે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More