Home> Sports
Advertisement
Prev
Next

SA vs SL: આફ્રિકાએ શ્રીલંકા સામે ફટકાર્યા 428 રન, ત્રણ બેટરોની સદી, વિશ્વકપમાં બન્યા નવા રેકોર્ડ

World Cup 2023: નવી દિલ્હીમાં સાઉથ આફ્રિકાએ શ્રીલંકા સામે ધમાકેદાર શરૂઆત કરી છે. આફ્રિકાએ 50 ઓવરમાં 428 રન ફટકાર્યા છે. આફ્રિકાની ઈનિંગ દરમિયાન અનેક રેકોર્ડ પણ બન્યા છે. 

SA vs SL: આફ્રિકાએ શ્રીલંકા સામે ફટકાર્યા 428 રન, ત્રણ બેટરોની સદી, વિશ્વકપમાં બન્યા નવા રેકોર્ડ

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાએ આઈસીસી વિશ્વકપ-2023માં પોતાના અભિયાનનો પ્રારંભ ધમાકેદાર અંદાજમાં કર્યો છે. આફ્રિકાએ શ્રીલંકા સામે અરૂણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 428 રન ફટકારી દીધા છે. આફ્રિકાના ત્રણ બેટરોએ સદી ફટકારી હતી. આફ્રિકા તરફથી ડિ કોક, રાસી વાન ડર ડુસેન અને એડન માર્કરમે સદી ફટકારી હતી. આ સાથે આફ્રિકાએ વિશ્વકપની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. 

fallbacks

આફ્રિકાના ત્રણ બેટરોની સદી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાને 10 રનના સ્કોર પર કેપ્ટન બવુમાના રૂપમાં ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ડિ કોક અને રાસી વાન ડર ડુસેને બીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. ડિ કોક 84 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 100 રન બનાવી આઉટ થયો હતો. રાસી વાન ડર ડુસેને 110 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સ સાથે 108 રન ફટકાર્યા હતા. જ્યારે એડેન માર્કરમ 54 બોલમાં 106 રન બનાવી આઉટ થયો હતો. વિશ્વકપમાં પ્રથમવાર બન્યું કે જ્યારે એક ઈનિંગમાં ત્રણ સદી લાગી હોય. 

એડન માર્કરમે વિશ્વકપની સૌથી ફાસ્ટ સદી ફટકારી
આફ્રિકા તરફથી એડન માર્કરમે માત્ર 49 બોલમાં સદી પૂરી કરી હતી. આ વિશ્વકપમાં એક રેકોર્ડ છે. માર્કરમે કેવિન ઓ બ્રાયનનો રેકોર્ડ તોડ્યો હતો. 2011ના વિશ્વકપમાં કેવિન ઓ બ્રાયને ઈંગ્લેન્ડ સામે 50 બોલમાં સદી ફટકારી હતી. તો મેક્સવેલે 2015ના વિશ્વકપમાં શ્રીલંકા સામે 51 બોલમાં સદી ફટકારી હતી. એબી ડિવિલિયર્સે 2015ના વિશ્વકપમાં 52 બોલમાં સદી પૂરી કરી હતી. 

આફ્રિકાએ બનાવ્યો વિશ્વકપનો સર્વોચ્ચ સ્કોર
સાઉથ આફ્રિકા 50 ઓવરમાં 428 રન ફટકાર્યા છે. આ અત્યાર સુધી રમાયેલી વિશ્વકપની મેચમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલા 2015ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે 417 રન ફટકાર્યા હતા. આફ્રિકાએ આજે તે રેકોર્ડ તોડી દીધો છે. આફ્રિકાએ ત્રીજીવાર વિશ્વકપમાં 400થી વધુ રન બનાવ્યા છે. આઈસીસી વિશ્વકપમાં કુલ પાંચ વખત 400થી વધુ રન બન્યા છે. જેમાં ત્રણવાર આફ્રિકા, એકવાર ઓસ્ટ્રેલિયા અને એકવાર ભારતે સ્કોર બનાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More