Home> Sports
Advertisement
Prev
Next

Best Catch Video: શેફર્ડનો કેચ જોઈને દુનિયા દંગ, જેને જોયો એના મોઢામાંથી શબ્દો નીકળ્યા વ્હોટ એ કેચ...

Romario Shepherd One Hander Catch: સોમવારે દક્ષિણ આફ્રિકા T20માં ડરબન સુપર જાયન્ટ્સ અને જોબર્ગ સુપર કિંગ્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં રોમારિયો શેફર્ડે એક હાથે અકલ્પનીય કેચ લીધો હતો.

Best Catch Video: શેફર્ડનો કેચ જોઈને દુનિયા દંગ, જેને જોયો એના મોઢામાંથી શબ્દો નીકળ્યા વ્હોટ એ કેચ...

South Africa T20 League: આજે હવે T-20નો જમાનો છે. ક્રિકેટમાં સૌથી મોટા આકર્ષણોમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કે સદી અથવા વિકેટની ઝડી હોય છે. પરંતુ કેટલીકવાર મેદાન પર એવું જોવા મળે છે કે તે સદી ફટકારનાર અથવા 5 વિકેટ લેનાર ખેલાડીનો જશ પણ છીનવી લે છે. આવું જ દ્રશ્ય દક્ષિણ આફ્રિકા T20 (SA20)માં જોવા મળ્યું હતું, જ્યારે રોમારીયો શેફર્ડે એક હાથે અકલ્પનીય કેચ લીધો હતો. આ કેચ જોઈને બધા દાંત કરડવા મજબૂર થઈ ગયા.

fallbacks

જબરદસ્ત મેચ! હારવા છતાં આ 2 ખેલાડીઓએ શ્રીલંકાને રડાવ્યું, વન ડેમાં 720 રન બન્યા
VIDEO : 1 બોલ પર 6 રન... શ્વાસ રોકતી આ મેચમાં જોઈ લો છેલ્લા બોલે છગ્ગો આવ્યો કે નહીં

દક્ષિણ આફ્રિકા T20માં સોમવારે ડરબન સુપર જાયન્ટ્સ અને જોબર્ગ સુપર કિંગ્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં ડરબન સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 145 રન બનાવ્યા હતા. સુપર જાયન્ટ્સની ઈનિંગ દરમિયાન રોમારીયો શેફર્ડે ઓપનર મેથ્યુ બ્રેટ્ઝકેનો જબરદસ્ત કેચ લીધો હતો.

Bajaj Pulsar NS200: ટૂંક સમયમાં નવા અવતારમાં આવશે બજાજ પલ્સર NS200, લોન્ચ થયું ટીઝર
પાન પસંદ અને કોફી બ્રેક ટોફી વેચશે અંબાણી! કેમ્પા કોલા બાદ હવે આ કંપની ખરીદી

ઇનિંગ્સની ચોથી ઓવરમાં મેથ્યુ બ્રેટ્ઝકે નાન્દ્રે બર્જરના બોલને હવામાં ફટકાર્યો હતો. બોલ મિડવિકેટ પર સર્કલ પર ઊભેલા રોમારિયો શેફર્ડની જમણી બાજુથી પસાર થતો હતો ત્યારે તેણે હવામાં કૂદકો માર્યો અને તેને એક હાથે પકડી લીધો. મેથ્યુ બ્રેત્ઝકેને પણ આ કેચ પર ભરોસો થયો ન હતો. જોયા બાદ કોમેન્ટેટરના મોંમાંથી પહેલી કમેન્ટ આવી હતી - 'અનબિલિવેબલ'. આ કેચ સાથે જ મેથ્યુ બ્રેટ્ઝકેની 13 રનની ઇનિંગ્સનો અંત આવ્યો.

BIG NEWS: દેશના 6 કરોડ નોકરિયાતો માટે મોટા સમાચાર, EPFO એ નક્કી કર્યા વ્યાજ દર
લાયા..લાયા નવું લાયા...એકવાર રોકાણ કરો, 3 વાર ટેક્સમાં મેળવો છૂટ, કમાલની છે આ સ્કીમ

ડરબન સુપર જાયન્ટ્સની ટીમ મેચમાં 145 રનનો સારો સ્કોર કરવામાં સફળ રહી હતી. જવાબમાં જોબર્ગ સુપર કિંગ્સ ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 108 રન જ બનાવી શકી હતી. મેચની વાત કરીએ તો તેની ટીમ જોબર્ગ સુપર કિંગ્સ રોમારિયો શેફર્ડના આ શાનદાર કેચનો ફાયદો ઉઠાવી શકી ન હતી.

માતા-પિતાની સેવા કરવા માટે 72 લાખના પગારને લાત મારી, એપ્પલ છોડીને કરી રહ્યો છે ખેતી
Bajaj Pulsar NS200: ટૂંક સમયમાં નવા અવતારમાં આવશે બજાજ પલ્સર NS200, લોન્ચ થયું ટીઝર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More