Home> Sports
Advertisement
Prev
Next

Kisan Andolan: રિહાના એન્ડ કંપનીને ભારતીય ક્રિકેટરોએ આપ્યો જવાબ, કહ્યું- ભારતના સૌર્વભૌમત્વ સાથે સમજુતી ન કરી શકાય

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ નામ લીધા વગર આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના (Rihanna) પર નિશાન સાધ્યુ છે. તેમનું માનવું છે કે ભારતના સૌર્વભૌમત્વ સાથે સમજુતી ન કરી શકાય.
 

  Kisan Andolan: રિહાના એન્ડ કંપનીને ભારતીય ક્રિકેટરોએ આપ્યો જવાબ, કહ્યું- ભારતના સૌર્વભૌમત્વ સાથે સમજુતી ન કરી શકાય

નવી દિલ્હીઃ વિશ્વના મહાન બેટ્સમેનોમાં સામેલ સચિન તેંડુલકર (Sachin Tendulkar) પોપ સ્ટાર રિહાના (Rihanna) સહિત તે હસ્તિઓને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે જે ભારતના આંતરિક મામલામાં દખલ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યુ કે, ભારતીય સંપ્રભુતા સાથે કોઈ પ્રકારની સમજુતી થશે નહીં અને વિદેશી તાકાતો તેનાથી દૂર રહે. 

fallbacks

સચિન તેંડુલકર  (Sachin Tendulkar) એ કહ્યુ કે, ભારતના આંતરિક મામલામાં વિદેશી તાકાતોની ભૂમિકા દર્શક સુધી ન સીમિત છે ન ભાગીદારીની. તેમણે દેશવાસીઓને એક દેશ તરીકે એક રહેવાની અપીલ કરી છે. ગોડ ઓફ ક્રિકેટથી જાણીતા સચિને ટ્વીટ કર્યુ, 'ભારતની સંપ્રભુતાની સાથે સમજુતી ન કરી શકીએ. વિદેશી તાકાતો માત્ર જોઈ શકે છે પરંતુ ભાગ ન લઈ શકે. ભારતને ભારતીય જાણે છે અને ભારત માટે નિર્ણય ભારતીયોએ લેવો જોઈએ. આવો એક રાષ્ટ્ર તરીકે એક રહીએ.'

આ સિવાય ભારતીય ક્રિકેટર શિખર ધવન, સુરેશ રૈના, કોચ રવિ શાસ્ત્રી, આ સિવાય અન્ય પૂર્વ ક્રિકેટરોએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, અમે બધા એક સાથે છીએ. દેશના મામલામાં વિદેશી તાકાતો દખલ આપી શકે નહીં.

fallbacks

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ પણ તેના પર નારાજગી વ્યક્ત કરી અને વિદેશી હસ્તિઓને કિસાન આંદોલનને લઈને કોઈ પ્રકારની કોમેન્ટ ન કરવાની સલાહ આપી. 

પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનની દિશામાં કામ કરનારી ગ્રેટા થનબર્ગ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભાણેજ, પોપ સ્ટાર રિહાના સહિત આંતરરાષ્ટ્રીય હસ્તિયોએ કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોના પ્રદર્શનને સમર્થન આપ્યું છે. ઘણા વિદેશી હસ્તિઓના આ મામલા પર ટ્વીટ  કર્યા બાદ ભારતે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે લોકોને તથ્યોની તપાસ કર્યા વગર ઉતાવળમાં નિવેદન આપવાથી બચવાની ચેતવણી આપી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More