Home> Sports
Advertisement
Prev
Next

ભારત પહેલા પાકિસ્તાન માટે 'ડેબ્યૂ'...બાદમાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, સચિન તેંડુલકર સાથે જોડાયેલી રસપ્રદ કહાની

Sachin Tendulkar : ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના નામે ક્રિકેટમાં અનેક રેકોર્ડ છે. જે બધા જાણે જ છે, પરંતુ આજે અમે સચિન સાથે જોડાયેલ એક રોચક કહાની વિશે જણાવીશું, જે જાણીને તમને જાણીને નવાઈ લાગશે.

ભારત પહેલા પાકિસ્તાન માટે 'ડેબ્યૂ'...બાદમાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, સચિન તેંડુલકર સાથે જોડાયેલી રસપ્રદ કહાની

Sachin Tendulkar : ભારતીય ક્રિકેટનું ગૌરવ અને 'ક્રિકેટના ભગવાન' સચિન તેંડુલકર આજે 52 વર્ષના થયા છે. ક્રિકેટમાં સચિનની સિદ્ધિઓ ગણવાનું શરૂ કરીએ તો કલાકો વીતી જશે. 100 સદી હોય કે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન, ચાહકો તેનાથી વાકેફ છે. પરંતુ અમે તમને સચિન સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ. પોતાના સમયમાં સચિન તેંડુલકર પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા માટે દુઃસ્વપ્ન હતો, પરંતુ શું તમે જાણો છો કે સચિન કટ્ટર હરીફ ટીમ પાકિસ્તાન માટે પણ રમી ચૂક્યો છે ?

fallbacks

1889માં ડેબ્યૂ કર્યું

સચિન તેંડુલકરે 1889માં પાકિસ્તાન સામે વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. ટેસ્ટ ડેબ્યૂમાં 15 રન બનાવ્યા જ્યારે વનડેમાં ખાતું પણ ખોલ્યું નહીં. પરંતુ તેના ડેબ્યુ સાથે જોડાયેલી રહસ્યમય વાત એ છે કે તે ભારત માટે ડેબ્યુ કરતા પહેલા પાકિસ્તાન તરફથી રમ્યો હતો. તે સમયે સચિન માત્ર 13 વર્ષનો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારત પહેલા સચિને પાકિસ્તાન ટીમ માટે અનોખું ડેબ્યુ કર્યું હતું.

'લાઈવ ફિક્સિંગ...' ઈશાન કિશન વાઈડ બોલ પર આઉટ, અમ્પાયરે અપીલ વિના જ ઉંચી કરી આંગળી

સચિન પાકિસ્તાન માટે રમ્યા 

1987માં સચિને 13 વર્ષની ઉંમરે પાકિસ્તાન ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. બ્રેબોર્ન સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે આ મેચ રમાઈ હતી. સચિનને ​​પાકિસ્તાનની ટીમમાં અવેજી ફિલ્ડર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. આ તે મેચ હતી જ્યારે માસ્ટર બ્લાસ્ટર પાકિસ્તાન તરફથી રમ્યા હતા.

સચિને પોતે ખુલાસો કર્યો હતો

ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિરને કોઈ કારણસર મેદાન છોડવું પડ્યું હતું, જેના કારણે પાકિસ્તાની ટીમને એક ફિલ્ડરની કમી હતી. સચિનને ​​લોંગ ઓન પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. સચિને કપિલ દેવના એક શોટને પણ મિસફિલ્ડ કર્યો હતો. સચિને તેમની આત્મકથા 'Playing it my way'માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સચિને એમ પણ કહ્યું કે જો તેમને લોંગ ઓનને બદલે મિડ-ઓન પર રાખવામાં આવ્યા હોત તો તે કપિલ દેવનો કેચ પકડ્યો હોત.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More