Home> Sports
Advertisement
Prev
Next

સચિન તેંડુલકરે આપી બર્થડેની રિટર્ન ગિફ્ટ, ફેન્સ માટે માગી દુવા


સચિન તેંડુલકરે પોતાના ફેન્સ પાસેથી મળેલી જન્મદિવસની શુભેચ્છા પર આભાર વ્યક્ત કર્યો છે. સચિને એક મેસેજ ટ્વીટ કરતા કહ્યું કે, તમે હંમેશા મારા માટે દુવા કરી છે હવે હું તમારી પાસે આ ઈચ્છુ છું. 
 

સચિન તેંડુલકરે આપી બર્થડેની રિટર્ન ગિફ્ટ, ફેન્સ માટે માગી દુવા

નવી દિલ્હીઃ શુક્રવારે પોતાનો 47મો જન્મદિવસ ઉજવનારા સચિન તેંડુલકરે પોતાના ફેન્સને પણ આ વખતે રિટર્ન ગિફ્ટ આપી છે. દેશ-દુનિયામાં ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને કારણે માસ્ટર બ્લાસ્ટરે આ વખતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો નથી. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા મળેલા શુભેચ્છા સંદેશ પર સચિને આભાર વ્યક્ત કરતા પોતાના ફેન્સ માટે પણ દુઆ માગી છે. 

fallbacks

સચિને ફેન્સને રિટર્ન ગિફ્ટ આપતા એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, 'તમારા બધાની શુભેચ્છા માટે આભાર. તમે હંમેશા મારા માટે દુઆ કરી છે કે હું ક્રીજ પર રહૂં અને આઉટ ન થાવ. આજે મારી પણ તમારા બધા પાસે તે ઈચ્છા છે કે બહાર ન નિકળો. ઘર પર રહો સુરક્ષિત રહો.' પોતાના આ ટ્વીટમાં સચિને એક હાથ જોડતા ઇમોજીનો ઉપયોગ કર્યો છે. 

મહત્વનું છે કે સચિન તેંડુલકરે આ વખતે કોરોના વાયરસને કારણે પોતાનો જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય લીધો હતો. તેમનું ગૃહ રાજ્ય મહારાષ્ટ્ર કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં સંક્રમિત દર્દીઓનો આંકડો રેકોર્ડ 7628 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કુલ મામલા 26 હજારને પાર પહોંચી ગયા છે. આ જીવલેણ બીમારીથી દેશમાં અત્યાર સુધી 779 મોત થઈ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More