Home> Sports
Advertisement
Prev
Next

21મી સદીના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સચિન તેંડુલકરની પસંદગી, આ ખેલાડીએ આપી જોરદાર ટક્કર

ગાવસ્કરે જણાવ્યુ કે, સચિન તેંડુલકર અને કુમાર સાંગાકારા વચ્ચે 21મી સદીના સૌથી મહાન બેટ્સમેનની રેસમાં મોટી ટક્કર જોવા મળી. સચિન તેંડુલકરને આ ખિતાબ ત્યારે મળ્યો છે જ્યારે તેઓ 8 વર્ષ પહેલા 2013માં ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે. 

21મી સદીના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સચિન તેંડુલકરની પસંદગી, આ ખેલાડીએ આપી જોરદાર ટક્કર

નવી દિલ્હીઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને 21મી સદીના સૌથી શાનદાર બેટ્સમેન પસંદ કરવામાં આવ્યા છે. સ્ટાર સ્પોર્ટસના પોલમાં સચિન તેંડુલકરે 21મી સદીના સૌથી મહાન બેટ્સમેનની રેસમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સાંગાકારાને માત આપી છે. સ્ટાર સ્પોર્ટસ કોમેન્ટ્રી પેનલમાં વીવીએસ લક્ષ્મણ, ઇરફાન પઠાણ અને આકાશ ચોપડા જેવા દિગ્ગજ ખેલાડી સામેલ હતા. 

fallbacks

ગાવસ્કરે જણાવ્યુ કે, સચિન તેંડુલકર અને કુમાર સાંગાકારા વચ્ચે 21મી સદીના સૌથી મહાન બેટ્સમેનની રેસમાં મોટી ટક્કર જોવા મળી. સચિન તેંડુલકરને આ ખિતાબ ત્યારે મળ્યો છે જ્યારે તેઓ 8 વર્ષ પહેલા 2013માં ક્રિકેટને અલવિદા કહી ચુક્યા છે. 

સચિન તેંડુલકરના નામે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગના તમામ મોટા રેકોર્ડ નોંધાયેલા છે. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 15921 રન બનાવ્યા છે અને આ લાંબા ફોર્મેટમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સચિન તેંડુલકરે પોતાના ટેસ્ટ કરિયરમાં 51 સદી ફટકારી છે. જેક કાલિસ  45 સદીની સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજો ખેલાડી છે. 

17 વર્ષની ઉંમરે ફટકારી સદી
સાંગાકારાના નામે ટેસ્ટ ક્રિકેટમાં 38 સદી નોંધાયેલી છે અને તે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને છે. સાંગાકારા પરંતુ સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં છઠ્ઠા સ્થાન પર છે. 

સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. એટલું જ નહીં 17 વર્ષ 107 દિવસની ઉંમરમાં સચિન ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. 2002માં સચિન તેંડુલકરને વિઝ્ડને વિશ્વના સૌથી બેસ્ટ બેટ્સમેન ગણાવ્યા હતા. 

સચિન વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે, જેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી નોંધાયેલી છે. વનડે ક્રિકેટમાં પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે નોંધાયેલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More