Home> Sports
Advertisement
Prev
Next

આ વ્યક્તિ નથી ક્રિકેટર પણ આમ છતાં સચિન તેના પર છે ફિદા કારણ કે...

સચિન તેન્ડુલકરને હાલમાં જ આઇસીસીના હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે

આ વ્યક્તિ નથી ક્રિકેટર પણ આમ છતાં સચિન તેના પર છે ફિદા કારણ કે...

નવી દિલ્હી : ભારતના મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકર (Sachin Tendulkar)ની ક્રિકેટના માસ્ટર તો છે જ પણ સાથેસાથે યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. હાલમાં સચિન સોશિયલ મીડિયામાં એક તસવીર શેયર કરી છે જેના કારણે તે ચર્ચામાં છે. 

fallbacks

સચિને પોતાની લેટેસ્ટ ટ્વિટમાં અંગ્રેજી મ્યુઝિક સુપરસ્ટાર માર્ક નોપફ્લેર સાથે એક તસવીર શેયર કરી છે. આ તસવીર સાથે તેણે કમેન્ટ કરી છે કે માર્કને મળીને તેની સાથે નાસ્તો કરીને બહુ આનંદ થયો. તેમની સાથે જીવન, મ્યુઝિક અને રમત વિશે બહુ શાનદાર ચર્ચા થઈ. તેઓ મહાન સંગીતજ્ઞ, મનુષ્ય અને સ્વિંગના સુલતાન છે. નોપફ્લેર બ્રિટનના ગીતકાર, સંગીતકાર, ગિટારિસ્ટ, રેકોર્ડ પ્રોડ્યુસર અને ફિલ્મ સ્કોર કમ્પોઝર છે. 

ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકરનો હાલમાં ICC હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ પછી તેણે પોતાના પરિવાર, મિત્રો અને પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો છે. માસ્ટર બ્લાસ્ટર સચિનને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાની પૂર્વ ફાસ્ટ બોલર કૈથરીન ફિટ્ઝપૈટ્રિકની સાથે આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. બહુમાન પછી સચિને ટ્વીટર પર લખ્યું, 'આઈસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ થવાથી હું ખુબ ખુશ છું. આજે હું જે કંઇપણ છું તેમાં ઘણા લોકોનું યોગદાન છે. તેણે કહ્યું, આ માટે મારા પરિવાર, મિત્રો, વિશ્વભરના પ્રશંસકોનો ખુબ ખુબ આભાર. કૈથરીન ફિટ્ઝપૈટ્રિક અને એલન ડોનાલ્ડને પણ શુભકામનાઓ.' નવેમ્બર 2013માં ક્રિકેટમાંથી નિવૃતી લેનારા સચિને ટેસ્ટમાં 15921 અને વનડેમાં 18426 રન બનાવ્યા છે, જે અત્યાર સુધી એક રેકોર્ડ છે.

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More