Home> Sports
Advertisement
Prev
Next

સચિન તેંડુલકરના કોચિંગમાં રમશે પોન્ટિંગની ટીમ, કર્ટની વોલ્શ હશે વોર્ન-11ના કોચ

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ફાસ્ટ રહેલા કર્ટની વોલ્શ વોર્ન 11ના કોચની ભૂમિકામાં જોવા મળશે. બંન્ને ટીમો વચ્ચે 8 ફેબ્રુઆરીએ મેચ રમાશે. 
 

સચિન તેંડુલકરના કોચિંગમાં રમશે પોન્ટિંગની ટીમ, કર્ટની વોલ્શ હશે વોર્ન-11ના કોચ

સિડનીઃ વિશ્વના સર્વકાલિન મહાન બેટ્સમેનોમાંથી એક સચિન તેંડુલકર બુશફાયર ક્રિકેટ બેશમાં રિકી પોન્ટિંગ 11ના કોચ હશે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ પેસર રહેલા કર્ટની વોલ્શ વોર્ન-11ની કોચની ભૂમિકામાં જોવા મળશે. બંન્ને ટીમો વચ્ચે 8 ફેબ્રુઆરીએ મેચ રમાવાની છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી થયેલા નુકસાનની ભરપાઈ માટે આ ચેરિટી મેચ રમવામાં આવી રહી છે. 

fallbacks

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ કેવિન રોબર્ટ્સે કહ્યું, 'અમને સચિન તેંડુલકર અને કર્ટની વોલ્શનું સ્વાગત કરતા ખુશી થઈ રહી છે. અમે આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યાં છીએ. બંન્ને ટીમોના ખેલાડી પોતાના સમયમાં શાનદાર રહ્યાં હતા.' મહત્વનું છે કે સચિન તેંડુલકર અને કર્ટની વોલ્શ બંન્ને આઈસીસી હોલ ઓફ ફેમમાં છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે, જ્યારે કર્ટની વોલ્શના નામે 500થી વધુ ટેસ્ટ વિકેટ છે. 

ગિલક્રિસ્ટ, બ્રેટ લી અને ક્લાર્ક જેવા દિગ્ગજ પણ રમશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓએ કહ્યું કે, અમારો ક્રિકેટ પરિવાર તે વાતથી ખુશ છે. બિગ બેશ લીગની ફાઇનલ પહેલા આ ફંડરેજર મેચ રમાશે. આ મેચમાં પોન્ટિંગ સિવાય શેન વોર્નર, જસ્ટિન લેંગર, એડમ ગિલક્રિસ્ટ, બ્રેટ લી, શેન વોટસન, એલેક્સ બ્લેકવેલ અને માઇકલ ક્લાર્ક જેવા દિગ્ગજ ખેલાડી પણ રમશે. 

ન્યૂઝીલેન્ડમાં ટી-20 સિરીઝ રમી શકશે નહીં ઈજાગ્રસ્ત ધવનઃ રિપોર્ટ

મેચની કમાણીની તમામ રકમ ચેરિટીમાં આપવામાં આવશે
એટલું જ નહીં કાંગારૂ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સ્ટીવ વો અને મેલ જોન્સ ટીમના નોન-પ્લેઇંગ સ્ટાફના સભ્ય હશે. આગામી થોડા દિવસમાં બંન્ને ટીમ તરફથી રમનારા અન્ય ખેલાડીઓના નામોની પણ જાહેરાત કરવામાં આવશે. આ મેચથી થનારી તમામ કમાણી ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ ડિઝાસ્ટર રિલીફ એન્ડ રિકવરી ફંડને આપવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More