Home> Sports
Advertisement
Prev
Next

સાઇએ દીપાને બે વિશ્વકપમાં ભાગ લેવા આપી મંજૂરી

સાઇએ જીએફઆઈને દોહા વિશ્વકપ માટે પુરૂષ ખેલાડીઓનના પસંદગીની ટ્રાયલ કરાવવાનું કહ્યું છે. 
 

સાઇએ દીપાને બે વિશ્વકપમાં ભાગ લેવા આપી મંજૂરી

નવી દિલ્હીઃ ભારતીય રમત સત્તાધિકાર (સાઇ)એ મંગળવારે દીપા કર્માકરને બાકૂ અને દોહા વિશ્વકપમાં ભાગીદારીની મંજૂરી આપી પરંતુ જિમ્નેસ્ટીક ફેડરેશનને પુરૂષ વર્ગમાં ટ્રાયલ કરાવવાનું કહ્યું છે. ભારતીય જિમ્નેસ્ટીક ફેડરેશનને મોકલવામાં આવેલા પત્રમાં સાઇએ દીપા અને તેના અંગત કોચ વિશેશ્વર નંદીને બાકૂ અને દોહામાં એફઆઈજી વિશ્વકપમાં ભાગીદારીને મંજૂરી આપી છે. જીએફઆઈએ દીપાને 14થી 17 માર્ચ અને ત્યારબાદ 20થી 23 માર્ચ ક્રમશઃ ઉજરબૈજાન અને કતરમાં યોજાનારા વિશ્વકપ માટે રજીસ્ટર કરાવ્યું છે પરંતુ સ્પર્ધામાં બે સપ્તાહ કરતા ઓછો સમય બાકી હોવા છતાં મંજૂરી ન મળી હતી. 

fallbacks

જીએફઆઈના ઉપાધ્યક્ષ રિયાઝ ભાટીએ કહ્યું, વિશ્વકપ માટે જિમ્નેસ્ટીક ટીમની મંજૂરી પેન્ડિંગ હોવાની જાણકારી મળવા પર સાંઇએ કાર્યવાહી કરતા ઓલમ્પિક ક્વોલિફાઇંગ વિશ્વકપ માટે દળને તત્કાલ મંજૂરી આપી છે. હવે જિમ્નાસ્ટ પોતાની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. જીએફઆઈએ દોહામાં તલાત્મક સ્પર્ધા માટે યોગેશ્વર સિંહ અને આશીષ કુમારના નામ મોકલ્યા છે. 

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ ટાઇટલ જીતવા ઉતરશે પીવી સિંધુ અને સાઇના નેહવાલ

સાઇએ જીએફઆઈથી દોહા વિશ્વકપ  માટે પુરૂષ જિમ્નાસ્ટની પસંદગીની ટ્રાયલ કરવાનું કહ્યું છે. આ બંન્નેની પસંદગી ફ્લોર અને વોલ્ટ સ્પર્ધાઓ માટે કરવામાં આવ્યું હતું. આશીષ અને યોગેશ્વર સિવાય અન્ય ખેલાડીઓ ટ્રાયલમાં ભાગ લેશે. ભાટીએ કહ્યું, પસંદગી ટ્રાયલ 11 માર્ચે થવાની સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More