Home> Sports
Advertisement
Prev
Next

છુટાછેડાના સમાચાર વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે લીધો મોટો નિર્ણય, ફેન્સ કન્ફ્યૂઝ

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છેલ્લા કેટલાક દિવસથી છુટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે તેના નવા શો The Mirza Malik Show ની જાહેરાત કરી દેવામાં આવી છે. 

છુટાછેડાના સમાચાર વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે લીધો મોટો નિર્ણય, ફેન્સ કન્ફ્યૂઝ

નવી દિલ્હીઃ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છેલ્લા કેટલાક દિવસથી છુટાછેડાના સમાચારોને લઈને સતત ચર્ચામાં છે. સાનિયાની એક પોસ્ટ બાદ આ પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી. સમાચાર તો ત્યાં સુધી હતા કે બંને અલગ રહે છે અને માત્ર તેનું પેપરવર્ક રહી ગયું છે. પરંતુ બંનેમાંથી હજુ કોઈએ તેના પર કોઈ નિવેદન આપ્યું નથી. છુટાછેડાના સમાચારો વચ્ચે હવે સાનિયા અને શોએબે આવનારા નવા રિયાલિટી શોની જાહેરાત કરી દીધી છે, જેનું નામ ધ મિર્ઝા મલિક શો (The Mirza Malik Show) છે. આ જોઈને ફેન્સ કન્ફ્યૂઝ થઈ ગયા છે. યૂઝર્સ તેના છુટાછેડાના સમાચારોને પબ્લિસિટી સ્ટંટ જણાવી રહ્યાં છે. 

fallbacks

ઓટીટી પ્લેટફોર્મે શેર કર્યું પોસ્ટર
શનિવારની રાત્રે ઓટીટી પ્લેટફોર્મ ઉર્દૂફ્લિક્સે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી નવા શોની જાણકારી આપી છે. આ શોનું નામ 'ધ મિર્ઝા મલિક શો' છે. શોનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેના પર સાનિયા અને શોએબનો ફોટો છે. બંને સાથે પોઝ આપી રહ્યાં છે. પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં બુર્ઝ ખલીફા જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કપલ દુબઈમાં રહે છે. તેની સાથે કેપ્શનમાં લખ્યું છે, ધ મિર્ઝા મલિક શો જલદી માત્ર ઉર્દૂફ્લિક્સ પર.

fallbacks

યૂઝર્સે શું કહ્યું
નવા શોની જાહેરાત સાથે ફેન્સ વિચારી રહ્યાં છે કે છેલ્લા કેટલાક દિવસથી જે સમાચાર ફેલાઈ રહ્યાં છે તે માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવ્યું હતું. એક યૂઝરે લખ્યું- શું અલગ થવાના સમાચાર માત્ર પબ્લિસિટી સ્ટંટ હતો? સાનિયાએ આ કરવાની જરૂર નહોતી. એક યૂઝર લખે છે- બની શકે કે શોનું શૂટિંગ તેના લગ્નની સમસ્યા પહેલા કરવામાં આવ્યું. તેણે હજુ સુધી પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કર્યું નથી. એક ફેને કોમેન્ટ કરી- ખુબ સારૂ લાગ્યું સાંભળીને, સાથે રહો. એકે કહ્યું- બધુ ભૂલીને એકબીજા સાથે રહો. શોએબને બીજા સાથે જોવો સારૂ લાગતું નથી. સાનિયા તેના માટે પરફેક્ટ છે. 

નોંધનીય છે કે સાનિયા અને શોએબે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા અને બંને દુબઈમાં રહે છે. 2018માં સાનિયાએ તેના પુત્ર ઇઝહાનને જન્મ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More