Home> Sports
Advertisement
Prev
Next

Sania Mirza ના પતિ Shoaib Malik નો થયો એક્સીડેન્ટ, કારનો વળી ગયો કચ્ચરઘાણ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza)ના પતિ શોએબ મલિક (Shoaib Malik) પોતાની સ્પોર્ટ્સ કાર વડે પાકિસ્તાન સુપર લીગના પ્લેતર ડ્રાફ્ટ કાર્યક્રમમાંથી ઘરે જઇ રહ્યા હતા.

Sania Mirza ના પતિ Shoaib Malik નો થયો એક્સીડેન્ટ, કારનો વળી ગયો કચ્ચરઘાણ

લાહોર: પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik)ની કારનો અકસ્માત થઇ ગયો છે. તેમની કાર રસ્તાના કિનારે ઉભેલા એક ટ્રક સાથે ટકરાઇ. આ અકસ્માતમાં તેમની ગાડીનો કચ્ચરખાણ વળી ગયો છે. જોકે સારા સમાચાર એ છે કે આ અકસ્માતમાં શોએબ મલિક સુરક્ષિત છે. 

fallbacks

Virat Kohli અને Anushka Sharma ના ઘરે જન્મ લેશે નાની પરી? જાણો ભવિષ્યવાણી

કારને કંટ્રોલ કરી ન શક્યા શોએબ
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza)ના પતિ શોએબ મલિક (Shoaib Malik) પોતાની સ્પોર્ટ્સ કાર વડે પાકિસ્તાન સુપર લીગના પ્લેયર ડ્રાફ્ટ કાર્યક્રમમાંથી ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન લાહોરના નેશનલ હાઇ પર્ફોમન્સ સેન્ટર પાસે સ્પીડમાં હતા અને અચાનક તેમનું સંતુલન બગડી ગયું. તે કારને કંટ્રોલ કરી શકયા નહી અને ઉભેલા ટ્રકને ટક્કર મારી. 

શોએબ મલિકની સ્પોર્ટ્સ કાર તૂટી ગઇ છે પરંતુ તે બાલ બાલ બચી ગયા. આ અકસ્માત બાદ અત્યાર સુધી શોએબ મલિકનું કોઇ નિવેદન આપ્યું નથી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More