Home> Sports
Advertisement
Prev
Next

માતા બન્યા બાદ ટેનિસ કોર્ટ પર પરત ફરી સાનિયા મિર્ઝા, પ્રેક્ટિસનો વીડિયો વાયરલ

સાનિયા મિર્ઝા ફરી એકવાર વાપસી માટે તૈયાર છે. સાનિયાએ પોતાની વાપસીને લઈને થોડા સમય પહેલા કપિલ શર્માના શોમાં ખુલાસો કર્યો હતો. 
 

માતા બન્યા બાદ ટેનિસ કોર્ટ પર પરત ફરી સાનિયા મિર્ઝા, પ્રેક્ટિસનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ભારતમાં ટેનિસને નવી ઓળખ અપાવનાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા લાંબા સમય બાદ ફરી કોર્ટ પર જોવા મળશે. માતૃત્વ અવકાશને કારણે ટેનિસ કોર્ટથી ઘણા સમય સુધી દૂર રહેનારી સાનિયા જલ્દી આંતરરાષ્ટ્રીય મેચમાં જોવા મળશે. સાનિયાએ આગામી ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખતા નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સાનિયાની પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાનિયાએ બાળકને જન્મ આપ્યા બાદ પ્રથમવાર કોર્ટમાં પ્રેક્ટિસ કરી અને પોતે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. 

fallbacks

મહત્વનું છે કે, સાનિયા મિર્ઝા પ્રેગ્નેન્સી બાદ ટેનિસથી દૂર હતી, પરંતુ હવે ફરી વાપસી કરવા તૈયાર છે. સાનિયાએ પોતાની વાપસીને લઈને કેટલાક સમય પહેલા કપિલ શર્માના શોમાં ખુલાસો કર્યો હતો. શોમાં તેણે જાણકારી આપી હતી કે, તે વર્ષના અંતમાં ગ્રાન્ડસ્લેમ અમેરિકી ઓપનથી ફરી વાપસી કરશે. મહત્વનું છે કે, આ ટૂર્નામેન્ટ આ વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી રમાશે. 

ગ્રાન્ડસ્લેમ માટે સાનિયાએ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સાનિયાએ વાપસી માટે પોતાની પ્રેક્ટિસનો વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. સાનિયાએ પોતાના વીડિયોમાં લખ્યું  છે કે, આજે આ થઈ ગયું. સાનિયાનો વીડિયો જોઈને તેના ચાહકો ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે અને એક શાનદાર વાપસી માટે શુભેચ્છા આપી રહ્યાં છે. એક પ્રશંસકે લખ્યું કે, તેમને જોઈને મારો પુત્ર ટેનિસ રમવાનું શીખ્યો છે. માતા બન્યા બાદ ફરી રમત શરૂ કરવાના પગલાને લોકો એક પ્રેરણા ભર્યું પગલુ ગણાવી રહ્યાં છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More