Home> Sports
Advertisement
Prev
Next

સાનિયા મિર્ઝાની બહેને કર્યા બીજા લગ્ન, ભારતના ફેમસ ક્રિકેટરની બની ‘વહુ’

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની (Sania Mirza) બહેન અનમ મિર્ઝા (Anam Mirza) ના લગ્ન પૂર્વ કેપ્ટન મોહંમદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) ના દીકરા મોહંમદ અસુદ્દીન (Mohammed Asaduddin) સાથે થયા છે. અનમે લગ્નની તસવીરોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોને શેર કરીને અનમે લખ્યું કે, મિસ્ટર એન્ડ મિસીસ....

સાનિયા મિર્ઝાની બહેને કર્યા બીજા લગ્ન, ભારતના ફેમસ ક્રિકેટરની બની ‘વહુ’

અમદાવાદ :ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની (Sania Mirza) બહેન અનમ મિર્ઝા (Anam Mirza) ના લગ્ન પૂર્વ કેપ્ટન મોહંમદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) ના દીકરા મોહંમદ અસુદ્દીન (Mohammed Asaduddin) સાથે થયા છે. અનમે લગ્નની તસવીરોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોને શેર કરીને અનમે લખ્યું કે, મિસ્ટર એન્ડ મિસીસ....

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#abbasanamhi

A post shared by Asad (@asad_ab18) on

અસુદ્દીને જે વીડિયો શેર કર્યો છે, તેમાં નિકાહની વિધી દેખાઈ રહી છે. દુલ્હનના પહેરવેશમાં અનમ સુંદર પરી જેવી લાગી રહી છે. અનમ મિર્ઝાએ પોતાના લગ્નમાં પિંક કલરનો ટ્રેડિશનલ આઉટફીટ સાથે પર્પલ કલરનો દુપટ્ટો પહેર્યો હતો. તમને જણાવી દઈએ કે, અસુદ્દીનની સાથે અનમના આ બીજી લગ્ન છે. આ પહેલા તેના લગ્ન બિઝનેસમેન બોયફ્રેન્ડ અકરબર રશીદ સાથે થયા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Green feels 💚

A post shared by Sania Mirza (@mirzasaniar) on

અનમે 2016ના વર્ષે હૈદરાબાદના બિઝનેસમેન અકબર રશીદ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન વધુ સમય ચાલ્યા ન હતી. બે વર્ષ બાદ બંનેએ તલાક લીધા હતા. તો અસુદ્દીન ક્રિકેટ રમે છે. તે ગત વર્ષે ગોવામાં રણજી ટીમમાં સિલેક્ટ થયા હતા, જેના પર ઘણો વિવાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, અસુદ્દીન મોહંમદ અઝહરુદ્દીન અને તેમની પહેલી પત્ની નૂરીનનુ સંતાન છે. નૂરીનથી તેમને એક દીકરો અયઝુદ્દીન પણ હતા, જેનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. હકીકતમાં, અઝહરુદ્દીને પોતાના દીકરાને સ્પોર્ટસ બાઈક સુઝુકી જીએસએક્સ-આર 1000 ગિફ્ટ કરી હતી. આ બાઈક પર સવાર થઈને અયઝુદ્દીન જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. અઝહરુદ્દીનની વાત કરીએ તો તેમણે બીજા લગ્ન બોલિવુડ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે કર્યા હતા, પરંતુ બાદમાં તેઓના તલાક થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More