Sania Mirza and Shoaib Malik’s Divorce: પાકિસ્તાન અને ભારત બંનેની રમત જગતને આશ્ચર્ય થયું જ્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકે શનિવારે, 20 જાન્યુઆરીએ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથેના લગ્નની તસવીરો શેર કરી. આ જાહેરાતે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sana Mirza) સાથેના તેમના લગ્ન તૂટી જવાની અફવાઓને વાસ્તવિકતામાં ફેરવી દીધી. જોકે, એવું કહેવાય છે કે બંને વચ્ચે અલગ થવાનું કારણ શોએબ મલિકનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે.
WATCH:ટીમ ઇન્ડીયાના ભરતે શ્રીરામને ડેડિકેટ કરી સદી...મેદાન પર જોવા મળ્યો ગજબનો નજારો
પાકિસ્તાની મીડિયા આઉટલેટ 'ધ પાકિસ્તાન ડેઈલી'ના અહેવાલ મુજબ, સના જાવેદ (Sana Javed)સાથેના શોએબ મલિકના ત્રીજા લગ્નમાં ક્રિકેટરના પરિવારના કોઈ સભ્યએ હાજરી આપી ન હતી. અહેવાલ મુજબ, શોએબ મલિક (Shoaib Malik) ની બહેનો તેના ત્રીજા લગ્નથી નાખુશ હતી.
High Return: મંદીની આંધી આ સ્ટોકનો વાળ પણ વાંકો કરી ન શકી, 1 વર્ષમાં 300 ટકાની તેજી
અયોધ્યાને શણગારનાર કંપનીના શેરમાં તેજી, ઉદઘાટન બની જશે Multibagger Bagger Share
શોએબ મલિકના એક્સ્ટ્રા મેરિટલ અફેરથી કંટાળી ગઈ હતી સાનિયા મિર્ઝા
આ અહેવાલ અનુસાર, પાકિસ્તાની ક્રિકેટરની બહેને કહ્યું કે, "શોએબ મલિકના પરિવારનો કોઈ સભ્ય છૂટાછેડા લીધેલ અભિનેત્રી સના જાવેદ સાથેના ત્રીજા લગ્નમાં સામેલ થયો ન હતો." શોએબ મલિકની બહેનોએ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી તેના છૂટાછેડા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એવો દાવો કરવામાં આવે છે કે સાનિયા મિર્ઝા ક્રિકેટર શોએબ મલિકના એક્સ્ટ્રા મેરિટલ અફેરથી કંટાળી ગઈ હતી.
અજમેરમાં દરગાહ જ નહી, આ ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પણ જરૂર ફરો, એક દિવસમાં પુરી થઇ જશે ટ્રિપ
આ દેશમાં એકપણ નથી ભિખારી, સરકારે આપે છે ઘર અને ખાવા માટે ભોજન
સાનિયા મિર્ઝાની બહેનની પ્રતિક્રિયા પણ સામે આવી
નિવૃત્ત ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ રવિવાર, 21 જાન્યુઆરીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ મલિકથી તેની બહેનના છૂટાછેડાની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ 'થોડા મહિના પહેલા' કાયદેસર રીતે અલગ થઈ ગયા હતા. અનમ મિર્ઝાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને સાનિયાના શોએબથી છૂટાછેડા લીધાની પુષ્ટિ કરી, "સાનિયાએ હંમેશા તેના અંગત જીવનને લોકોની નજરથી દૂર રાખ્યું છે. જો કે, આજે તેમને કહેવાની જરૂર આવી છે કે શોએબ અને તેના છૂટાછેડાને થોડા મહિનાઓ થયા છે. તે શોએબને તેની નવી સફર માટે શુભેચ્છા પાઠવે છે.
શું બીજા ચાર્જર વડે ફોન ચાર્જ કરવાથી જલદી ખરાબ થઇ જાય છે બેટરી? આ છે હકિકત
રાજસ્થાનના આ મંદિરમાં લક્ષ્મણ-ઉર્મિલાની થાય છે પૂજા, રાજા-મહારાજાના છે કુળ દેવતા
દર મહિને 42 રૂ.નું કરો રોકાણ અને જીંદગીભર મેળવો પેન્શન, પ્રાઇવેટવાળાનો પણ બેડો પાર!
ગરમ દૂધ પીવું કે ઠંડું? મૂંઝાશો નહી આ રહ્યો જવાબ, સાચી રીતે પીવાથી થાય છે અઢળક ફાયદા
સાનિયા અને શોએબે 2010માં કર્યા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના લગ્ન 2010માં થયા હતા અને ત્યારથી તેઓ દુબઈમાં રહે છે. તેઓએ 2018 માં તેમના પુત્ર ઇઝાન મિર્ઝા મલિકના જન્મની જાહેરાત કરી હતી. શોએબ મલિક એક બેટિંગ ઓલરાઉન્ડર છે જેણે પાકિસ્તાનની ઘણી યાદગાર જીતમાં મોટું યોગદાન આપ્યું છે. શોએબે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1999માં ODIથી ડેબ્યૂ કર્યું હતું. 41 વર્ષના આ ખેલાડીએ 35 ટેસ્ટ મેચ પણ રમી હતી જેમાં તેણે 1898 રન બનાવ્યા હતા. તેણે પાકિસ્તાન માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2021માં બાંગ્લાદેશ સામે રમી હતી.
ચેતી જજો!!! શનિથી વધુ કુપ્રભાવ બતાવી શકે છે રાહુ, આ 3 રાશિના લોકોના ગાભા નિકળી જશે
CNG કારમાં Sunroof પણ જોઇએ? તો આ છે 4 ઓપ્શન, કોઇપણ ખરીદી લો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે