Sara Tendulkar : ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર દેશના સૌથી અમીર ક્રિકેટરોમાં સામેલ છે. તેમને દેશમાં ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિનના કારણે તેમના પરિવારનું પણ આ રમત સાથે ખાસ જોડાણ છે. તેમનો પુત્ર અર્જુન તેંડુલકર ક્રિકેટ રમે છે, તો તેમની પુત્રી સારાએ પણ આ દુનિયામાં એન્ટ્રી કરી છે. સારા તેંડુલકરે ક્રિકેટ ટીમ ખરીદી છે.
ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે RJ મહવશે શેર કર્યો વીડિયો, કહ્યું- 'મેરા વાલા કાફી હૈ'
સારા તેંડુલકરે ટીમ ખરીદી
સારા તેંડુલકરે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તેણે એક ક્રિકેટ ટીમ ખરીદી છે જે મુંબઈથી સંબંધિત છે. સારાએ ગ્લોબલ ઈ-ક્રિકેટ પ્રીમિયર લીગમાં મુંબઈની ફ્રેન્ચાઈઝી ખરીદી છે. લીગે આની જાહેરાત કરી છે. સારાએ ટીમ ઓનર બનવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
કાવ્યા મારનનું દુશ્મન પર આવ્યું દિલ...કોણ છે SRHની માલકણનો બોયફ્રેન્ડ ?
મુંબઈ અને ક્રિકેટના પ્રેમ માટે ખરીદી ટીમ
સારા તેંડુલકરે કહ્યું કે, 'ક્રિકેટ મારા અને મારા પરિવારનો મહત્વનો ભાગ છે. ઈ-સ્પોર્ટ્સમાં તેની ક્ષમતા ખૂબ જ રોમાંચક છે. મુંબઈ ફ્રેન્ચાઈઝીની માલિકી ખરીદવી એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે, જ્યાં રમત અને આ શહેર માટે મારો પ્રેમ એક સાથે લાવે છે. હું પ્રતિભાશાળી ટીમ સાથે જોડાવા માટે ઉત્સાહિત છું. અમે આ ફ્રેન્ચાઇઝી એવી રીતે બનાવીશું જે લોકોને પ્રેરણા આપે અને મનોરંજન આપે.
GEPLના CEO અને લીગ કમિશનર રોહિત પોટફોડેએ જણાવ્યું હતું કે, "સારા તેંડુલકરનું મુંબઈ ફ્રેન્ચાઈઝી માલિક તરીકે જોડાવું એ GEPL માટે નોંધપાત્ર ક્ષણ છે. તેની ગતિશીલ હાજરી અને ચાહકો સાથે મજબૂત જોડાણ લીગની પ્રતિષ્ઠા વધારશે."
સારાએ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. થોડા સમય પહેલા સારા તેંડુલકરને સચિન તેંડુલકર ફાઉન્ડેશન (STF)ની ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ ફાઉન્ડેશન હેઠળ તે ગરીબ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને રમતગમત સાથે જોડવાનું કામ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે