Home> Sports
Advertisement
Prev
Next

PHOTOS: આ મહિલા ક્રિકેટરે કપડાં ઉતારીને કર્યું હતું વિકેટકિપિંગ, ખુબ મચ્યો હતો હોબાળો

ઈંગ્લેન્ડની પૂર્વ વિકેટકિપર-બેટર સારા ટેલર (Sara Taylor) એ પોતાના ટેલેન્ટના દમ પર મહિલા ક્રિકેટની દુનિયામાં ખુબ ખ્યાતિ મેળવી. તેણે વર્ષ 2019માં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું જેને લઈને ખુબ હોબાળો પણ મચી ગયો હતો. પરંતુ સારાએ જણાવ્યું હતું કે આવું કરવા પાછળ એક ખાસ કારણ હતું. 

PHOTOS: આ મહિલા ક્રિકેટરે કપડાં ઉતારીને કર્યું હતું વિકેટકિપિંગ, ખુબ મચ્યો હતો હોબાળો

નવી દિલ્હી: ઈંગ્લેન્ડની પૂર્વ વિકેટકિપર-બેટર સારા ટેલર (Sara Taylor) એ પોતાના ટેલેન્ટના દમ પર મહિલા ક્રિકેટની દુનિયામાં ખુબ ખ્યાતિ મેળવી. તેણે વર્ષ 2019માં ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું જેને લઈને ખુબ હોબાળો પણ મચી ગયો હતો. પરંતુ સારાએ જણાવ્યું હતું કે આવું કરવા પાછળ એક ખાસ કારણ હતું. 

fallbacks

સારાએ ન્યૂડ ફોટોશૂટ કેમ કરાવ્યું?
સારા ટેલરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ન્યૂડ ફોટો શેર કરતા લખ્યું કે જે પણ વ્યક્તિ મને ઓળખે છે તે જાણતા હશે કે આ પ્રકારનું ફોટોશૂટ મારા કમ્ફર્ટ ઝોનની બહારની વસ્તુ છે. પરંતુ આ અભિયાનનો હિસ્સો બનવા બદલ હું ગર્વ મહેસૂસ કરું છું અને હું 'વિમન્સ હેલ્થ યુકે' મેગેઝીનની આભારી રહીશ કે તેમણે મને આ માટે ઈન્વાઈટ કરી.

fallbacks

દરેક છોકરી છે સુંદર
સારા ટેલરે કહ્યું કે અન્ય મહિલાઓની જેમ મને પણ મારા બોડી વિશે ફરિયાદ કરવાની આદત રહી છે. પરંતુ હવે મે તેને પાર કરી લીધી છે. એક પ્રકારે આ મહિલા સશક્તિકરણ છે. દરેક બીજી છોકરી શાનદાર દેખાય છે. પ્લીઝ એ યાદ રાખો કે દરેક છોકરી ખુબસુરત છે. મહિલાઓએ માનસિક અને શારીરિક સમસ્યાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે.

fallbacks

તસવીર પર મચ્યો હતો હોબાળો
મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે જાગૃતતા વધારવા માટે સારા ટેલરના આ પગલાંના ખુબ વખાણ પણ થયા હતા. પરંતુ અનેક લોકોએ આવા ફોટોશૂટને કારણે તેની આકરી ટીકા પણ કરી હતી. નોંધનીય છે કે સારા પોતાની જિંદગીમાં માનસિક સમસ્યાનો સામનો કરી ચૂકી છે. પરંતુ સમયની સાથે તેણે ચિંતાઓમાંથી બહાર નીકળવાનું શીખી લીધુ. 

fallbacks

સફળ ક્રિકેટર રહી છે સારા
સારા ટેલર વર્ષ 2017માં મહિલા વર્લ્ડ કપ જીતનારી ઈંગ્લિશ ટીમનો હિસ્સો હતી. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6533 રન બનાવ્યા છે. સારાએ કુલ 126 વનડેમાં 38.26 ની સરેરાશથી 4056 રન પોતાના નામે કર્યા. જેમાં 7 સદી અને 20 અર્ધ સદી પણ સામેલ છે. ટેલરનો અંગત સર્વોચ્ચ સ્કોર 147 રન છે. સારાએ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધુ હતું. 

fallbacks

સારાએ રચ્યો હતો ઈતિહાસ
સારા ટેલરે તાજેતરમાં ઈતિહાસ રચ્યો. તે કોઈ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમની પહેલી મહિલા કોચ બની છે. અબુધાબી ટી-10 (Abu Dhabi T10) લીગની શરૂઆત 19 નવેમ્બરથી થઈ રહી છે. સારા અબુધાબી ટીમની આસિસ્ટન્ટ કોચ બની છે. તે હેડ કોચ પોલ ફારબ્રેસ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લૂઝનર સાથે મળીને ટીમની જવાબદારી સંભાળશે. 

fallbacks

(તમામ તસવીરો- સાભાર Instragram/sjtaylor30)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More