Home> Sports
Advertisement
Prev
Next

સૌરવ ગાંગુલીના માતા બિમાર, MCCની બેઠકમાં નહીં લે ભાગ

રવિવાર અને સોમવારે લોર્ડ્સમાં આયોજીત થનારી એમસીસીની બેઠકમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ભાગ લેશે નહીં. 
 

સૌરવ ગાંગુલીના માતા બિમાર, MCCની બેઠકમાં નહીં લે ભાગ

કોલકત્તાઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, જે ક્રિકેટના નિયમ બનાવનારી આંતરરાષ્ટ્રીય કમિટી મેરીલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC)ના સભ્ય પણ છે, તે તેની આગામી બેઠકમાં ભાગ લેશે નહીં. એમસીસીની આ બેઠક 11-12 ઓગસ્ટે લોર્ડ્સમાં આયોજીત થશે. 

fallbacks

ગાંગુલીએ એક નિવેદનમાં કહ્યું, 'મારી માતાનું સ્વાસ્થ્ય સારૂ નથી. અમારે તેમની સારવાર માટે અન્ય જગ્યાએ લઈ જવા પડશે, તો હું આ બેઠકમાં ભાગ લેવા આવી શકીશ નહીં. આ કમિટીના અધ્યક્ષ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક ગેટિંગ છે. આ કમિટી વર્ષમાં બે વાર બેઠક કરે છે અને ક્રિકેટના ચર્ચિત મુદ્દા પર ચર્ચા કરી પોતાનું મંતવ્ય આપે છે.'

આ વચ્ચે બીસીસીઆઈએ પોતાના ખેલાડીઓના ડોપ ટેસ્ટ માટે નાડાની હેઠળ આવવાનું સ્વીકાર કરી લીધું છે. જ્યારે સૌરવ ગાંગુલી પાસે બોર્ડના આ નિર્ણય પર પોતાના વિચાર રજૂ કરવાનું કહ્યું તો તેમણે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More